પ્રખ્યાત હાસ્યકાર સાંઇરામ દવે `વોઇસ ઓફ ડે’ની મુલાકાતે
લોકસાહિત્ય અને હાસ્ય ક્ષેત્રે ૨૫ કરતા પણ વધુ વર્ષથી ખેડાણ કરી રહેલાં અને દુનિયામાં ફક્ત બે જ જાતિ છે.. એક ગુજરાતી અને એક નોન-ગુજરાતી એવું દ્રઢપણે માનતા સાંઈરામ દવે આજે વોઈસ ઓફ ડેની કોર્પોરેટ ઓફિસના મહેમાન બન્યા હતા અને એમ.ડી. કૃણાલ મણિયાર સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

તેમણે અખબારનું રસપૂર્વક વાંચન કર્યું હતું સાથો સાથ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્ટુડિયોની મુલાકાત પણ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અખબાર એ સમાજનો અરીસો છે અને તમે હો એવા દેખાડે છે. તેમણે વોઈસ ઓફ ડેના સકારાત્મક અભિગમની પ્રસંશા પણ કરી હતી. તેમણે ૨૦૧૫થી સ્થપાયેલી `નચિકેતા સ્કુલીંગ સિસ્ટમ’ અંગે પણ માહિતી આપી હતી.
