મવડીપ્લોટ માંથી નકલી ડૉક્ટર પકડાયો
આર્ટસનો અભ્યાસ કરનાર તબીબ બની લોકોની સારવાર કરતો હતો
મવડી મેઇન રોડ બાપાસીતારામ ચોક પાસે પ્રજાપતિ સોસાયટીમાંથી ક્રાઇમ બ્રાંચે નકલી ડૉક્ટર શીવાય એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૪માં રહેતા અમૃતલાલ રાજાભાઇ ભાલોડીયા (ઉવ. ૬૮)ને ઝડપી લઈ પૂછપરછ કરતાં છેલ્લા પાંચ વર્ષથી તે લોકોને દવા આપી આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું ખૂલ્યું છે. ધોરણ 12 પાસ કરી આર્ટસમાં બે વર્ષ કોલેજમાં અભ્યાસ કરનાર અમૃતલાલપાસે કોઇ ડૉકટરની પ્રેકટીસ કરવા માન્ય ડ્રીગ્રી ન હોવા છતા પોતે ડૉકટર હોવાનુ દેખાડી દવાખાનું ચલાવી ડૉકટર તરીકે પ્રેકટીસ કરી એલોપેથી દવા તથા ઇન્જેકશન આપી તેમજ બીમાર લોકોના સ્વાસ્થય સાથેચેડાં કરતો હતો.
ક્રાઇમ બ્રાંચે દવા તથા સાધનો રૂ. ૬૦૭૮ તથા રોકડા રૂપિયા રૂ. ૫૫૦ તથા મોબાઇલ ફોન મળીકુલ રૂપીયા ૧૧,૬૨૮મુદામાલ કબજે કર્યો હતો.