સાયબર માફિયાથી એક કદમ આગળ રહેવા ‘એક્સકલુઝિવ’ લેબનું ઉદ્ઘાટન
છેતરપિંડી થાય એટલે એક ક્લિકથી આખી
કુંડળી’ કાઢી આપતાં સોફ્ટવેરથી રાજકોટ સાયબર ક્રાઈમ સજ્જ
માત્ર સાયબર ક્રાઈમ જ નહીં, દરેક પ્રકારના ગુનાનું તળિયું' કાઢી નાખે તેવી ટેક્નોલોજી વિકસાવાઈ
રાજકોટ સહિત આખા દેશમાં સાયબર ક્રાઈમ એટલી હદે વકરી ગયું છે કે હવે તો ખુદ કેન્દ્ર સરકાર પણ ચિંતીત જણાઈ રહી છે. સરકાર દ્વારા અલગ-અલગ પ્રકારના સાયબર ક્રાઈમને લઈને જાગૃતતા લાવવા પ્રયાસ કરાય ત્યાં જ સાયબર માફિયાઓ દ્વારા કંઈક અલગ કીમિયો અખત્યાર કરીને લોકોને ખંખેરવામાં આવી રહ્યા છે.

વળી, રાજકોટમાં પણ સાયબર ક્રાઈમમાં ચિંતાજનક ઉછાળો આવ્યો હોય આરોપીઓ સુધી પહોંચવા તેમજ સાયબર માફિયાથી એક કદમ આગળ રહેવા માટે છેલ્લા સવા વર્ષથી સાયબર લેબ બનાવાઈ રહી હતી જેનું શનિવારે આખરે ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની લેબ એકમાત્ર રાજકોટમાં જ કાર્યરત કરવામાં આવી હોવાથી અન્ય શહેરોમાં પણ આ પ્રકારની લેબ શરૂ થાય તેવી શક્યતા છે.

આ લેબમાં એક-એકથી ચડિયાતા સોફ્ટવેર તેમજ ટેક્નોલોજી વિકસાવાયા હોય કોઈ સાથે છેતરપિંડી થાય એટલે એક ક્લિકથી આખી
કુંડળી’ કાઢી શકવી શક્ય બનશે. માત્ર સાયબર ક્રાઈમ જ નહીં બલ્કે દરેક પ્રકારના ગુનાનું `તળિયું’ કાઢી લ્યે તેવી ટેક્નોલોજી પણ આ લેબમાં છે.સાયબર ગુનાઓને અસરકારક રીતે શોધવા, અટકાવવા, નવીન મોડેસ ઓપરેન્ડીની આગોતરી સમજ મેળવવા તેમજ બનેલા સાયબર ગુનાઓના ઉંડાણપૂર્વકના અસરકારક અભ્યાસના ઉમદા હેતુ સાથે રાજકોટમાં સાયબર સેન્ટીનલ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોક ભાગીદારીથી રાજકોટ સિટી સાયબર સિક્યુરિટી સોસાયટી નામના ટ્રસ્ટનું નિર્માણ કરી તેમાં ૪,૨૬,૦૪,૦૦૦નું ડોનેશન મેળવવામાં આવ્યું હતું જેના દ્વારા જ આ લેબ બનાવવામાં આવી છે.
આ લેબમાં અતિ આધુનિક ઉપકરણો-સોફ્ટવેર જેમાં “માલ્ટેગો, ઓક્સિજન ફોરેન્સીક, યુએફઈડી, એફટીકે, ડિઝિટલ કલેક્ટર એન્ડ ઈન્સ્પેક્ટર, એક્યુનેટિક્સ, બરસ્યુટ પ્રો, સોનાર ક્યુબ, ટેબલુ ટીએક્સ૧, મેઈલએક્ઝામીનાર સહિતનો સમાવેશ થાય છે. સુસજ્જ સાયબર સેન્ટીલ લેબની મદદથી સાયબર ક્રાઈમને લગત રીસર્ચ અને ડેવલપમેન્ટ થઈ શકશે.