ચૂંટણી પુરી પણ રાજકોટમાં ઓપરેટરોના પગાર ન થયા
પાલનપુરની યશ એન્ટરપ્રાઈઝનું આઉટ સોર્સીંગ કર્મચારીઓને પગારમાં નો-નો : કલેક્ટરને આવેદન
રાજકોટ : રાજકોટ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં મહત્વની કામગીરી કરનાર આઉટસોર્સીંગ કોમ્પ્યુટર ઓપરેટરોને કોન્ટ્રાકટર પેઢી દ્વારા છેલ્લા બેમહિનાથી પગાર ન ચૂકવવા ઉપરાંત આઠ મહિનાથી બોનસ અને પીએફ પણ ન ચુકવવામાં આવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા ક્લેક્ટરને આ બાબતે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ચૂંટણી કામગીરી માટે યશ એન્ટરપ્રાઇઝ નામની પાલનપુરની પેઢીને આઉટસોર્સીંગથી મતદાર યાદી સહિતની કામગીરી માટે કોન્ટ્રાકટ આપવામાં આવતા રાજકોટ કલેકટર કચેરીથી લઈ અલગ-અલગ તાલુકા મામલતદાર કચેરીમાં કુલ 18 જેટલા ઓપરેટરોને મુકવામાં આવ્યા છે, આ તમામ ઓપરેટરોને નિયમિત પગાર આપવાને બદલે યશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ બે મહિનાથી પગાર ન ચુકવ્યો હોવાનું અને નિયમ મુજબ દર મહિને 1000નું બોનસ પણ આઠ મહિનાથી ચુકવ્યું ન હોવા ઉપરાંત પીએફ પણ ન ચુકવવામાં આવતા આ મામલે તમામ આઉટ સોર્સીંગ કર્મચારીઓએ જિલ્લા ચૂંટણી અધિકરી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લેખિત ફરિયાદ કરી હતી.