રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલ રૂમ શરૂ કરાયો : જુઓ વિડિયો
જિલ્લા કલેકટર કચેરીના ખાસ કંટ્રોલરૂમમાં 57 દિવ્યાંગ કર્મચારીઓને ફરજ
રાજકોટ : લોકસભાની ચૂંટણી સંદર્ભે અચરસહિંતા ભંગ અને પેઈડ ન્યુઝ મામલે અત્યારથી જ ચૂંટણીતંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે જ્યાં 57 જેટલા દિવ્યાંગ કર્મચારીઓને ટીવી ચેનલોમાં આવતા સમાચારો ઉપર બાજનજર રાખવા જવાબદારી સોંપવામાં આવી છે.
10 -રાજકોટ લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા કલેકટર કચેરીમાં મીડિયા કંટ્રોલ રૂમ શરૂકરાયો છે. જેમાં 57 દિવ્યાંગ કર્મચારીઓ ત્રણ શીફટમાં ફરજ બજાવી રહ્યા છે. તમામ દિવ્યાંગ કર્મચારીઓ હાલના તબક્કે ટીવી ચેનલોમાં પ્રસારિત થતા કાર્યક્રમો અને ન્યુઝ ઉપર નજર રાખી પેઈડ ન્યુઝ સહિતની બાબતો અંગે રોજેરોજ રિપોર્ટ તૈયારી કરી આદર્શ આચારસંહિતા પાલનની જવાબદારી નિભાવી રહ્યા છે.