‘હોટ’ સીઝનમાં શરીરને ‘કુલ’ કરી દેતો શેરડીનો હજારો લીટર રસ પી જશે ‘રસીયા’ઓ
ઠેર-ઠેર ચીચોડાનો ચચરાટ શરૂ,સીઝનલ શોપ’ પણ ધમધમવા લાગી: આ વખતે શેરડી ખૂટી પડવાના ચાન્સ…!
ગરમીની સીઝનમાં શરીરને ઠંડું રાખવા માટે આમ તો ઘણા બધા પેય પદાર્થો બજારમાં ઉપલબ્ધ છે પરંતુ શેરડીનો રસ હજુ પણ આ યાદીમાં ટોપ ઉપર રહ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ એક તો શેરડીનો રસ સસ્તો અને બીજું એ કે તેના ગુણ ઘણા બધા હોય છે…એટલા માટે જ ગરીબથી લઈને તવંગર સુધીનાને શેરડીના રસથી દૂર રહી શકતા નથી. એકલા રાજકોટની વાત કરવામાં આવે તો હોટ’ સીઝનમાં શરીરનેકુલ’ કરી દેતો શેરડીનો હજારો લીટર રસ રસીયા’ઓ પી જશે ! ગરમીની સીઝન શરૂ થાય તેના એકાદ મહિના પહેલાં જ ઠેર-ઠેર શેરડીના રસના ચીચોડાનો ચચરાટ શરૂ થઈ જતો હોય છે સાથે સાથે અનેક વેપારીઓ શેરડીના રસની સીઝનલ શોપ પણ શરૂ કરતા હોય છે જેનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ આ વખતે ઉનાળામાં ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી પડવાની આગાહી કરી હોવાથી રાજકોટમાં શેરડીનીશોર્ટેજ’ ઉભી થવાની શક્યતા નકારી શકાતી નથી. જો કે રાજકોટ એવું શહેર છે જ્યાં ભાગ્યે જ એવું બન્યું હશે કે ખાણીપીણીની વસ્તુઓ ખૂટી પડી હોય !
ઑફિસ-શો રૂમમાં હવે ચા નહીં, શેરડીના રસની ઓફર’ સામાન્ય રીતે કોઈ ઓફિસ કે શો-રૂમની મુલાકાતે જાવ એટલે ત્યાં ચા લેશે કે ઠંડું તેવી ઓફર કરવાનો સિલસિલો આપણે ત્યાં વર્ષોથી ચાલ્યો આવે છે. જો કે ગરમી પડે એટલે સ્વાભાવિક પણે લોકો ચાથી દૂર ભાગવા લાગતા હોય છે જે વાતને ધ્યાનમાં રાખી અનેક ઑફિસ અને શો-રૂમમાં હવે ચાની જગ્યાએ શેરડીના રસનીઓફર’ થવા લાગશે અને અમુક ઠેકાણે તો લોકો સામેથી એ…શેરડીનો રસ જ મંગાવજો હોય તેવું કહેતાં સાંભળવા મળશે.