વિધાતાના લેખને પણ પડકારતા નોવા વિંગ્સ IVFના ડો.સંજય દેસાઇ
ચેતજો… પાન-માવા નિ:સંતાનપણું નોતરે છે
અમરેલીના વતની તબીબ દંપતીએ રાજકોટને કાર્યક્ષેત્ર બનાવી અનેક દંપતીઓને ઘેર કિલ્લોલ ગૂંજતો કર્યો
આજના આધુનિક યુગમાં પણ સંતાનસુખ પ્રાપ્ત નહીં કરી શકતા દંપતીઓને ઘર-કુટુંબ અને સમાજમાંથી મેણાંટોણા સાંભળવા પડે છે,
જો કે, આધુનિક વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે, હવે વિધિ કહો કે વિધાતાના લેખને પણ બદલવાની તાકાત ધરાવે છે, રાજકોટમાં પણ આવા જ એક તબીબ નિ:સંતાનપણું કે વ્યંધત્વને પડકાર સમજી ચેલન્જ સ્વીકારી અનેક દંપતીઓને સંતાનસુખની પ્રાપ્તિ કરાવી ઘરઆંગણને કિલ્લોલ કરતું કર્યું છે.જો કે, ડો.સંજય દેસાઈએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પાન માવાના બંધાણીઓને ચેતવા જેવી વાત કહી છે, પાન-માવા ખાવાથી નિસંતાનપણું આવવાનું મોટું જોખમ હોવાનું તેમના તબીબી કેરિયરમાં તેઓએ નોંધ્યું છે.
મૂળ અમરેલી જિલ્લાના જીરા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ધોરણ-૧૨ સુધી અમરેલીની નૂતન કેળવણી મંડળ શાળામાં અભ્યાસ કરી જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે તબીબી અભ્યાસ કરનાર ડો.સંજય દેસાઈ અન્ય તબીબોથી જરા હટકે છે, ડો.સંજય દેસાઈએ એમબીબીએસ બાદ એમડી ગાયનેકનો અભ્યાસ પૂર્ણ કરી સમાજમાં સૌથી ચિંતાદાયક સ્થિતિનો સામનો કરતા દંપતીઓ માટે આઇવીએફ સ્પેશ્યાલીસ્ટ અભ્યાસ કરી ૧૯૯૭થી ૨૦૧૩ સુધી જામનગર જિલ્લાના જામખંભાળીયાને કર્મભૂમિ બનાવી હતી. જો કે, ઉચ્ચ અભ્યાસ બાદ હાંસલ કરેલી સિદ્ધિનો લાભ બૃહદ સમાજને મળે તે હેતુથી ડો.સંજય દેસાઈએ રાજકોટની વાટ પકડી અને એવી તો પ્રગતિ કરી કે, રાજકોટ ખાતે તેઓએ ૧૫૦ ફૂટ રિગ રોડ ઉપર જાસલ કોમ્પ્લેક્સમાં નોવા વિંગ્સ આઈવીએફની શરૂઆત કરી, નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટર ખાતે રાજકોટની મોટામાં મોટી કહી શકાય તેવી ૨૦૦૦ સ્કવેર ફૂટની અતિ આધુનિક વર્લ્ડ ક્લાસ લેબોરેટરી છે જેમાં વિદેશમાં ભણેલા ૨ એમ્બ્રિયોલોજિસ્ટની આગેવાનીમાં ૪૨ લોકોની તજજ્ઞ ટીમ આઇવીએફ ક્ષેત્રે કામ કરી રહી છે.
ડો.સંજય દેસાઈ જણાવે છે કે, આજના આધુનિક યુગમાં નિસંતાનપણું સામાન્ય બન્યું છે, મોટી ઉંમરે લગ્ન, લગ્ન બાદ પણ ફેમિલી પ્લાનિગમાં વિલંબ, સ્ટે્રસ, ખાનપાન અને ખાસ કરીને વ્યસન નિસંતાનપણા માટે જવાબદાર છે, ચોંકાવનારી વાત કહેતા તેઓ ઉમેરે છે કે, ધુમ્રપાન કરતા પણ પાન – માવા જેવા તમ્બાકુ ચાવવાંના વ્યસનને વ્યંધત્વ સાથે સીધો જ સંબંધ છે અને તેમની પાસે આવતા નિસંતાન દંપતીઓમાં ૫૦ ટકા પેશન્ટને પાન -માવા ખાવાનું વ્યસન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં હાલમાં ૧૫ જેટલા આઇવીએફ સેન્ટર ચાલી રહ્યા છે ત્યારે આ ૧૫ આઇવીએફ સેન્ટરમાં નોવા વિંગ્સ આઇવીએફ કઈ રીતે જુદું પડે છે તે અંગે વિગતો આપતા ડો.સંજય દેસાઈ જણાવે છે કે, કોઈપણ આઇવીએફ સેન્ટર માટે લેબોરેટરી બેઝિક જરૂરત છે. સામાન્ય આઇવીએફ સેન્ટરમાં ૧૦ડ૧૦ની જગ્યામાં આવી લેબ કાર્યરત હોય છે જયારે તેઓની પાસે ૨૦૦૦ સ્કવેર ફિટ જગ્યામાં વિશાળ અદ્યતન સાધનો ધરાવતી લેબ ઉપરાંત રાજકોટમાં એક માત્ર પ્રિ-જિનેટિક ટેસ્ટિંગની સુવિધા એક માત્ર નોવા વિંગ્સ લેબોરેટરીમાં જ હોવાનું જણાવી તેઓ ઉમેરે છે કે, આઇવીએફ બાદ ગર્ભધારણ થાય ત્યારે ગર્ભસ્થ શિશુમાં કોઈ ખામી તો નથીને તેનું પરીક્ષણ એકમાત્ર નોવા વિંગ્સ આઈવીએફમાં જ ઉપલબ્ધ છે.
શું છે આઇવીએફ ટ્રીટમેન્ટ
તબીબી ભાષામાં આઇવીએફ એટલે કે ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આઇવીએફ ટ્રીટમેન્ટ શરીરની બહાર કરવામાં આવે છે. જેને વિટ્રો કહેવામાં આવે છે. જેનો મતલબ છે કે, પુરુષના શુક્રાણુ અને મહિલાના અંડકોષનું શરીરની બહાર પ્રયોગશાળામાં ફલન કરવામાં આવે છે અને બાદમાં તૈયાર થયેલા ગર્ભનું ગર્ભાશયમાં રોપણ કરવામાં આવે છે.
સવા લાખથી લઇ સવા ત્રણ લાખ સુધીનો ખર્ચ
નિ:સંતાન દંપતીઓ માટે આશાનું કિરણ એવી આઇવીએફ ટ્રીટમેન્ટ થોડી ખર્ચાળ જરૂર છે પરંતુ બાળક ઇચ્છતા દંપતીઓ માટે આઇવીએફ પદ્ધતિથી સારવાર બાદ ૯૦ ટકા સુધી માતૃત્વ-પિતૃત્વની ઝંખના પૂર્ણ થાય છે, નોવા વિંગ્સ આઇવીએફ સેન્ટરના ડો.સંજય દેસાઈ કહે છે કે, આઇવીએફ ટ્રીટમેન્ટમાં પેશન્ટની શારીરિક સ્થિતિ, ઉંમર, અને અન્ય તપાસણી બાદ રૂપિયા સવા લાખથી લઈ સવા ત્રણ લાખ સુધીનો ખર્ચ થાય છે.
સૌરાષ્ટ્રની અઢીથી ત્રણ કરોડની વસ્તીમાં ૧૮% દંપતીને બાળક થવાની સમસ્યા
નોવાવિગ્સ આઇવીએફ સેન્ટરના ડો.સંજય દેસાઈ જણાવે છે કે, હાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યંધત્વ નિવારણ માટે ૨૫ જેટલા તબીબો કાર્યરત છે, સૌરાષ્ટ્રની અઢીથી ત્રણ કરોડ લોકોની વસ્તીમાં ૧૮ ટકા દંપતીઓને બાળક ન થવાની સમસ્યા હોવાના આંકડા સામે આવ્યા છે જેમાં ૪ થી ૫ ટકા દંપતીઓને આઇવીએફ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોવાનું તેમને જણાવ્યું હતું, ખાસ કરીને આજના સમયમાં રાસાયણિક ખાતરનો પ્રચુર ઉપયોગ, જંતુનાશક દવાનો ઉપયોગની સાથે મોટી ઉંમરે લગ્ન થવા એ બાળક ન થવાના મુખ્ય કારણ હોવાનું તેમને જણાવ્યું હતું.
નોવા વિંગ્સ આઇવીએફ સેન્ટર અન્ય તબીબોને તાલીમ પણ આપે છે…
આઇવીએફ સારવાર પદ્ધતિથી ગર્ભધારણ કરાવવાની જટિલ પ્રક્રિયામાં તબીબોને સ્પેશિયલ તાલીમ પણ મહત્વનું પાસું છે, રાજકોટમાં એક માત્ર નોવા વિંગ્સ આઇવીએફ સેન્ટર આઇવીએફ ટ્રીટમેન્ટની સાથે અન્ય તબીબોને એમ્બ્રિયોલોજી અંગેની સઘન તાલીમ આપવાની સાથે એમ્બ્રિયોલોજી લેબોરેટરી માટે કુશળ સ્ટાફને ટે્રનિંગ સેન્ટર મારફતે તાલીમ પણ આપતું હોવાનું ડો.સંજય દેસાઈએ જણાવ્યું હતું.