એક અઠવાડિયા સુધી બેવડી ઋતુ અનુભવાશે : હવામાન ખાતાની આગાહી
રાજ્યમાં આવતા એક અઠવાડિયા સુધી બેવડી ઋતુનો અહેસાસ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તનની અસર દેખાતાં સવારના સમયે ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થાય છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ, કચ્છ, આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, વડોદરા, સુરત, તાપી, વલસાડ, સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
જ્યારે સુરેન્દ્રનગર મોરબી, નવસારી, પાટણ, અમરેલી, જૂનાગઢ, ભરૂચ, બોટાદ, રાજકોટ, સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
આ સાથે ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન જ્યારે ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, અમરેલી, તાપી, આણંદ, જૂનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી આસપાસ રહ્યું છે.
