તમારા મંદિરોમાં દેવી-દેવતાઓ ન જોઈએ..: સાધુ સમજે ધોકો પછાડ્યો
જ્યાં સહજાનંદ સ્વામીને ઇષ્ટદેવ ગણતા હોય ત્યાં હિંદુ દેવી-દેવતાઓનું સ્થાપન ન કરવા ઠરાવ
લીંબડીમાં મળેલા સંત સંમેલનમાં થયો ઠરાવ
દેશભરમાંથી આવેલા સંતો-મહંતો અને મહામંડલેશ્વરોએ સ્વામીનારાણ સંપ્રદાયની કરી ટીકા
આજ રોજ લીંબડી ખાતે મળેલી સાધુ સમાજની બેઠકમાં સનાતન સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા અંગેની ચર્ચા થઇ હતી સાથોસાથ સ્વામીનારાયણ સંપ્રદાયનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલાક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં દેશભરમાંથી સંતો,મહંતો અને મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, ખાતે મળેલ સનાતની સંતોની બેઠકમાં ૧૪ જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
- સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહીં સર્વોપરી કઈ રીતે તેનો ખૂલાસો માંગવો.
- સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતમાં સનાતની હિન્દુ ધર્મ પ્રેમી પ્રજામાં શાન્તિ ડહોળાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનદાદા અને સનાતનધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી
સનાતન-ધર્મના 125 કરોડ ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે.
૩. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ભક્તો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટદેવ માનતા હોઈ સ્વામીનારાયણ મંદીરમાં કોઈ પણ જગ્યાએ સનાતનધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન ન કરવું જોઈએ.
- સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાતનધર્મના દેવી- દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ થયો છે તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા.
- સનાતનધર્મના દેવી-દેવતાઓને જ્યાં જ્યાં નીચે દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો હીન પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાંથી દૂર કરવા.
- સનાતનધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી રાજીનામાં લઈ જે તે હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવા.
- સનાતનધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાચા છે એવું કહી સનાતનધર્મની લીટી ભુંસી પોતાની લીટી મોટી કરવાના હીન પ્રયાસો ક્યારે ન કરવા.
- સનાતનધર્મની જે જગ્યા પર સ્વામીનારાયણના સંતોએ કબ્જે કરેલી હોય તે જગ્યા ખાલી કરાવી શ્રીસરકારને પરત કરવી અથવા સનાતનધર્મની સંસ્થાને સોંપવી.
- સનાતન હિન્દુ દેવી-દેવતાઓ ઉપર સ્વામીનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહી.
10.સ્વામીનારાયણ મંદીર કે મ્યુઝીયમાં ચિત્ર પ્રદર્શની કે વિડીયો ફીલ્મમાં ક્યાંય હિન્દુ સનાતની દેવી-દેવતા (શ્રીરામ, કૃષ્ણ,દેવીમાં,હનુમાનજી, શિવ- પાર્વતીના ) ના અપમાન જનક ચિત્રો કે ફિલ્મ બનાવવી નહી.
11.સનાતન દેવી-દેવતાઓનું અપમાન ન થાય તેના માટે અને સનાતન ધર્મના ઉત્થાન માટે સંતો વતી કાયદાકીય લડત માટે ડો. વસંતભાઈ પટેલને નિમણૂંક કરવામાં આવે છે.
12.સનાતન સંપ્રદાયના સાધુ અન્ય કોઈ પણ સંપ્રદાયના સાધુને નીચા ગણતા નથી માટે અન્ય કોઈ સંપ્રદાય સનાતન સાધુને નીચા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા ભરાશે.
13.સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતીની રચના કરવી જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતોની નિમણુંક કરવી.જે સમિતીનો નિર્ણય જ કોઈ પણ બનાવમાં માન્ય ગણવો.
14.નાથ સંપ્રદાય ને લઇ ને સ્વામિનારાયણ વડતાલ ના સંત નો જે બફાટ થયો તે વિષયમાં તુરંત પગલા ભરવા.