શારીરિક તકલીફ હોવા છતાં હાર માન્યા વિના ખાખરાનો બિઝનેસ શરૂ કરી આત્મનિર્ભર બનેલા દિવ્યાબેન પટેલ
જો માનો તો હરપળમાં છે ખુશી નહિ તો નર્યું મૃગજળ છે ખુશી આ સૂત્રને રાજકોટના દિવ્યાબેન પટેલે સાર્થક કર્યું
રાજકોટમાં 2 પ્રકારના ખાખરાથી બિઝનેશ શરૂ કરી આજે 14 પ્રકારના ખાખરા અને પાપડ બનાવે છે

જો માનો તો હરપળમાં છે ખુશી નહિ તો નર્યું મૃગજળ છે ખુશી આ સૂત્રને રાજકોટના દિવ્યાબેન પટેલે સાર્થક કર્યું છે.આજની સ્ત્રી હવે પુરૂષ પર નિર્ભર રહેતી નથી.તે હવે આત્મનિર્ભર બની રહી છે.રાજકોટના દિવ્યાબેન પટેલ જેમણે શારિરીક તકલીફ હોવા છતાં તે આત્મનિર્ભર બનીને પરિવારને મદદરૂપ બની રહ્યા છે. રાજકોટમાં માત્ર 2 પ્રકારના ખાખરાથી પોતાનો બિઝનેશ શરૂ કરનાર દિવ્યાબેન આજે 14 પ્રકારના ખાખરા અને પાપડ બનાવી સ્વરોજગારી મેળવી રહ્યા છે.

દિવ્યાબેનના જીવનની સંઘર્ષની કહાની ખૂબ રોચક છે. દિવ્યાબેનને નાનપણમાં જ શારીરિક તકલીફ હોવાથી જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો લગ્ન પૂર્વે અમદાવાદમાં એક ખાનગી પેઢીમાં નોકરી કરતાં દિવ્યાબેનના લગ્ન થયા બાદ તે રાજકોટ સેટલ થયા અને શારિરીક તકલીફ હોવા છતાં તેને હાર ન માની અને ખાખરાનો વ્યવસાય શરૂ કાર્યો દિવ્યાબેને પહેલા તો 2 પ્રકારના ખાખરા બનાવવાથી શરૂઆત કરી હતી.પણ આજે તેઓ 14 પ્રકારના ખાખરા બનાવીને લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. અહિંયા સુધી પહોંચવાની મંજિલ દિવ્યાબેન માટે સરળ ન હતી.કારણ કે ઘણી વખત તેમને લોકોના મેણા સાંભળવા પડતા તો ક્યારેક ગ્રાહકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડતો હતો.પણ આજે તેઓ હિંમત હાર્યા વગર આત્મનિર્ભર બની પરિવારને આર્થિક રીતે મદદ રૂપ બની રહ્યા છે. દિવ્યાબેન ખાખરા બનાવવાની સાથે સાથે પાણીપુરીની પુરી, ખિચીયા પાપડ સહિતની અલગ અલગ વસ્તુઓ પણ બનાવે છે અને આ વસ્તુ લોકો સુધી પહોંચાડે છે.તેમના આ ગૃહ ઉધોગમાં તેમના ભાઈ અને પતિએ ખૂબ મદદ કરી છે.

શરૂઆતમાં તો દિવ્યાબેન ચાલીને લોકોના ઓર્ડર મુજબ ખાખરા અને પાપડની હોમ ડિલિવરી આપવા જતા હતા થોડો દોઢ વર્ષ સુધી આ ચાલ્યું બાદમાં દિવ્યાબેને પોતાની કમાણીથી સેકન્ડ હેન્ડ એક્ટીવા ખરીદ કયું અને હવે દિવ્યાબેન આ એક્ટીવાને મોડીફાઈ કરાવી થ્રી વ્હીલ એક્ટીવા બનાવ્યું અને તેના પર જ તેઓ ડિલિવરી કરવા માટે જાય છે. જો મોટો ઓર્ડર હોય તો દિવ્યાબેન ડિલિવરી આપે છે.અને જો 2-5 કિલો ખાખરાનો ઓર્ડર હોય તો ઓર્ડર આપનાર વ્યક્તિ દિવ્યાબેનના ઘરે આવીને જ તેનો ઓર્ડર કલેક્ટ કરી જાય છે. દિવ્યાબેન રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે. તેઓ અને તેમના પતિને પણ શારીરિક તકલીફ છે છતાં બંને જણા એક બીજાની આર્થિક અને પારિવારીક રીતે મદદ કરે છે. દિવ્યાબેને હાર ન માનીને પોતાના પર વિશ્વાસ રાખ્યો અને આજે તેઓ સારી એવી કમાણી કરી રહ્યાં છે અને આત્મનિર્ભર બનીને પરિવારને ટેકો કરી રહ્યાં છે.
3 થી 4 દિવસ પહેલા પાપડ કે ખાખરાના ઓર્ડર મુજબ તૈયાર થાય છે.
દિવ્યાબેને વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે દોઢ વર્ષ સુધી પાપડ અને ખાખરાની હોમ ડિલેવરી આપ્યા બાદ મે મારા પૈસાથી એક્ટીવા ખરીદ કર્યું અને તેના પર જ ડિલિવરી આપવાની શરૂ કરી દીધી છે.જે લોકોને ઓર્ડર આપવો હોય તેઓ 3-4 દિવસ પહેલા જ પાપડ કે ખાખરાના ઓર્ડર મને આપી દે છે. અને ઓર્ડર મુજબ તે તૈયાર કરી દિવ્યાબેને તે ઓર્ડર મુજબ તેને ડિલિવરી આપી દે છે. દિવ્યાબેને જણાવ્યું કે, પાપડની કિમંત રિટેઇલમાં 40થી 50 રૂપિયા જેવું હોઈ છે અને જો હોલસેલ ભાવની વાત કરીએ તો 5,10 રૂપિયા ઓછા ભાવે હોલસેલમાં તેઓ વેચે છે. દિવ્યાબેનને ઓર્ડર આપવા માટે 97269 62609 ઉપર સંપર્ક કરી કરી ઓર્ડર આપી શકાય છે.
દિવ્યાબેનના ખાખરા અને પાપડની અન્ય રાજ્યોમાં પણ ડિમાન્ડ
રાજકોટમાં માત્ર 2 ટાઈપના ખાખરા અને પાપડ બનાવવાથી પોતાનો બિઝનેશ શરૂ કરનાર દિવ્યાબેન પટેલના ખાખરા અને પાપડની ગુજરાત ઉપરાંત રાજસ્થાન,મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ ડિમાન્ડ છે. સોશિયલ મીડિયા દ્વારા પોતના બિઝનેશને પાંખ આપનાર દિવ્યાબેનના વિડીયો જોઈ હવે અન્ય રાજ્યો માંથી પણ ખખરા અને પાપડના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે અને દિવ્યાબેન તે ઓર્ડર મુજબ ખાખરા અને પાપડ બનાવી સપ્લાય કરે છે.