સર્વેશ્વર ચોક ઘટના મામલે મનપા કચેરી ગજવનારા કોંગ્રેસ નેતાઓની અટકાયત
તાજેતરમાં જ શહેરના સર્વેશ્વર ચોકમાં ગણેશોત્સવ દરમિયાન વોંકળા પરનો સ્લેબ તૂટી પડવાને કારણે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા તો એક વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ હજુ સુધી દોષિતો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોય આખરે કોંગ્રેસે આ મુદ્દાને ઉપાડી લઈ સોમવારે મહાપાલિકાની ઉઘડતી કચેરીએ જ હલ્લાબોલ કરતાં દોડધામ મચી જવા પામી હતી. કોંગ્રેસ નેતાઓ ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણી, નયનાબા જાડેજા, સંજય અજુડિયા સહિતના ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ભાજપ સરકારની ટીકા કરતાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતાં જ પોલીસે દોડી જઈ તમામની અટકાયત કરી લીધી હતી.