૯૭ કરોડની જમીન પર ખડકાયેલી પાકી દુકાન-ઝુપડાનું ડિમોલિશન
રૈયા રોડ, મુંજકા, રામાપીર ચોકડી, મવડીમાં ટીપી શાખા ત્રાટકી; ૧૩૪૬૮ ચો.મી. જમીન ખુલ્લી
વેસ્ટ ઝોનના વોર્ડ નં.૧,૯ અને ૧૧માં કરોડો રૂપિયાની જમીન પર આડેધડ બાંધકામ ખડકાઈ ગયું હોવાની માહિતી મળતાં જ ટીપી શાખાએ ત્રાટકીને તમામ દબાણોનું ડિમોલિશન કરીને ૯૭ કરોડની ૧૩૪૬૮ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.
વોર્ડ નં.૯માં સવન રૈયા રોડ પર સવન સરફેશ સામેના પ્લોટમાં ૩ અસ્થાયી ઝુપડા, ૪ કેબિન, મુંજકા, કાલાવડ રોડ પર ડેકોરા આઈલેન્ડ સામેના પ્લોટમાં ૪ કેબિન, રામાપીર ચોકડીએ લાખના બંગલાવાળા રોડ પાસેના પ્લોટમાં ૩ પાક્કી દુકાન અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામેના પ્લોટમાં ૨ ઝુપડા તોડી પાડવામાં આવ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે ટીપી શાખાનું અત્યાર સુધી ઉપરોક્ત પ્લોટસમાં દબાણ ઉપર ધ્યાન જ ન ગયું હોવાથી ત્રણ-ત્રણ પાક્કી દુકાનો ખડકાઈ જવા પામી હતી ! આવી જ રીતે શૈક્ષણિક હેતુના પ્લોટમાં ૪ કેબિન મુકીની વેપાર-ધંધો કરવામાં આવી રહ્યો હતો.