પહેલાં જ રવિવારે અટલ સરોવર પર ભીડ આઉટ ઑફ કંટ્રોલ’ !
ટિકિટ ખરીદવા માટે રીતસરની પડાપડી, ટિકિટ ખરીદ્યા બાદ અભિમન્યુના સાત કોઠા વીંધીને બહાર આવવું પડે તેવી સ્થિતિ પેટા: સ્થિતિ પર કાબૂ મેળવવામાં એજન્સી વામણી
મહાપાલિકા દ્વારા ૧ મેએ અટલ સરોવરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમ તો પ્રથમ દિવસે જ અટલ સરોવર પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જો કેે તેમાંથી ધડો લેવાની જગ્યાએ મહાપાલિકા તેમજ અટલ સરોવરના સંચાલનનો કોન્ટ્રાક્ટર મેળવનાર એજન્સી વામણા પૂરવાર થયા હોય તેમ પહેલાં જ રવિવારે ભીડ
આઉટ ઑફ કંટ્રોલ’ થઈ જતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
રવિવાર હોવાને કારણે મોટાપાયે લોકો અટલ સરોવર જોવા માટે પહોંચ્યા હતા પરિણામે ટિકિટ કાઉન્ટર ઉપર સ્થિતિ કપરી બની જવા પામી હતી. એજન્સી દ્વારા ટિકિટ ખરીદયા બાદ સરળ રીતે બહાર નીકળવા માટેની કોઈ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી ન હોવાથી એક વખત ટિકિટ ખરીદ કર્યા બાદ બહાર નીકળવું લોકો માટે કપરું બની ગયું હતું. આ જ રીતે ટિકિટ ખરીદ કરવા જેટલી સંખ્યામાં લોકો હતા તેટલી જ સંખ્યામાં ટિકિટ ખરીદીને બહાર નીકળનારા લોકો ભેગા થઈ જતાં સ્થિતિ કાબૂ બહાર થઈ જવા પામી હતી.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા અટલ સરોવરની ટિકિટનું ઓનલાઈન બુકિંગ થાય તેવી તૈયારી કરવામાં આવી રહી છે બરાબર ત્યારે જ ટિકિટ ખરીદ માટે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ જતાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા વહેલી તકે શરૂ થાય તે જરૂરી બની ગયું છે.