લોકમેળાને લઈ CPનું જાહેરનામું : 15 સ્થળે પાર્કિંગ, રીંગરોડઉપર વાહનો માટે પ્રવેશબંધ
રેસકોર્ષ રીંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૦૫/૦૯/૨૦૨૩ થી તા.૦૯/૦૯/૨૦૨૩ સુધી ખાતે યોજાનાર “રસરંગ” લોકમેળામાં લાખો લોકો આવતા હોય જેને લઈ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે જાહેરનામું બહાર પાડી રેસકોર્સ આસપાસના રસ્તા ઉપર તમામ વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. ઉપરાંત ભારે વાહન લોકેમેળા દરમ્યાન રેસકોર્ષ રીંગરોડ ઉપર પ્રવેશ બંધ ફરમાવવામાં આવ્યો છે. લોકમેળોપૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્ષ રીંગરોડ ફરતે પાસ ધારક વાહન ચાલકો ૧૦ કી.મી.ની ઝડપથી વધુ વાહન ચલાવી શકશે નહીં. તેમજ રેસકોર્ષ રીંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ જાહેર કરવામાં આવે છે,
આ રસ્તાબંધ અને નો-પાર્કિંગ રહેશે
રેસકોર્ષ રીંગરોડ જીલ્લા પંચાયત ચોક થી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, જુની એન.સી.સી. ચોક, અંડર બ્રીજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ અને બંને બાજુ “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવે છે.ટ્રાફિક શાખા થી પોલીસ હેડ કવાટર સર્કલ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે.આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.સા.ના બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે.સુરજ-૧ એપાર્ટમેન્ટ થી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે.ચાણકય બીલ્ડીંગ ચોકથી ફુલછાબ ચોક, ‘છેલા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે “નો-પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવે છે.જુની,એન.સી.સી.ચોક સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધ અને બન્ને બાજુ “નો-પાર્કિંગ જાહેર કરવામાં આવે છે.મહીલા અંડર બ્રીજ થી કિશાનપરા ચોક સુધી પ્રાઈવેટ લકઝરી બસોનું જાહેરનામુ પૂર્ણ થયા બાદ કિશાનપરા ચોક તરફ આવી શકશે નહી પરંતુ ટાગોર રોડથી જઈ શકશે.
આ રસ્તાઓ ખુલ્લા રહેશે.
(૧) ચાણકય બીલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાાફેંક શાખા, રૂડા બિલ્ડીંગ જામનગર રોડથી એરપોર્ટ ગાંધીગ્રામ તરફ જઇ શકશે તથા ચાણકય બીલ્ડીંગ ચોકથી ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોકથી કેશાનપરા ચોક તરફ જઇ શકશે.
(ર) પોલીસ હેડ કવાર્ટર સર્કલથી રૂડા બીલ્ડીંગ તરફ જઇ શકાશે.
(3) આમ્રપાલી અંડર બ્રીજથી કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઇ શકાશે
૪) કોઇપણ ભારે વાહન લોકેમેળા દરમ્યાન રેસકોર્ષ રીંગરોડ ઉપર પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે
બોક્ષ
પાકીંગ સ્થળ
નહેરૂ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, પ્રવેશ બહુમાળી ચોક,એરપોર્ટ ફાટક થી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલ્વેપાટા સામે,બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર,નવી કલેકટર કચેરી સામે
કિશાનપરા ચોક, એજી ઓફિસની દિવાલ પાસે,કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યા,આયકર વાટીકાસામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ,કિશાનપરા ચોક જુની કેન્સર હોસ્પીટલનું ગ્રાઉન્ડ,કિશાનપરા ચોક કેપીટલ હોટલ પાલનું ગ્રાઉન્ડ,એસ.બી.આઇ. બેન્ક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ,ચાણકય બિલ્ડીંગ ચોક પાસે નગરરચના અધિકારીની કચેરી,એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટી પાસેનું ગુજરાત રાજય સહકારી ક્રૃષી અને ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ,સરકીટ હાઉસ સામે મેમેણ બોડીગનું ગ્રાઉન્ડ,હોમગાર્ડ ઓફીસર કોલોની બહુમાળી ભવન સામે