સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદનો અંત, સૂર્યોદય પહેલાં ભીંતચિત્રો હટાવાશે
સાળંગપુર વિવાદનો આખરે અંત આવી ગયો છે. સનાતન સંપ્રદાયના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ત્યારે આગામી 2 દિવસમાં જ સાળંગપુરની મૂર્તિ નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો હટાવી લેવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 કલાકથી શિવાનંદ આશ્રમમાં સનાતન ધર્મના સંતો અને સ્વામિનારાયણ સંતો વચ્ચે બેઠક ચાલતી હતી.
આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતુ કે, ‘આવતીકાલે સૂર્યોદય થશે તે પહેલાં તમામ ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે.’
સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુનું નિવેદન
સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુએ અગાઉ આ મામલે કહ્યુ હતુ કે, ‘જો સનાતન ધર્મને ડાઉન કરીને નિર્ણય લેવામાં આવશે તો સનાતન ધર્મના સંતો ક્યારેય નિર્ણય સ્વીકારશે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુખ્યમંત્રીએ મહત્વની બેઠક બાદ સનાતન ધર્મના પક્ષમાં નિર્ણય આવશે તો વધાવવામાં આવશે. આ લોકો વરસોથી સનાતન ધર્મના દેવી-દેવતાઓ અને સંતોનું વારેવારે અપમાનિત કરી હીન દેખાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.