એલઆરડીની પરીક્ષામાં નાપાસ ઉમેદવારોને સીધા ભરતી કારવવાનું ષડયંત્ર
4 થી 5 લાખ લઈ ચોટીલાના બે ભેજબજોએ નકલી નિમણૂક ઓર્ડર બનાવ્યા
પિતા-પુત્ર અને બે સાઢુભાઈ સહિત 15ની ધરપકડ
રાજકોટ પોલીસે ઝડપી પાડેલ એલઆરડી ભરતી કૌભાંડની તપાસમાં સમગ્ર કૌભાંડનું કેન્દ્ર ચોટીલામાં હોવાનું ખૂલ્યું છે. ચોટીલાના બે શખ્સોએ 28 જેટલા ઉમેદવારોને નકલી નિમણૂક પત્રના આધારે સીધા તાલીમમાં ઘૂસાડી દેવાનું ષડયંત્ર રચ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. રાજકોટ પોલીસ કમિશરની સહી વાળો બોગસ નિમણૂક પત્ર સાથે તાલીમ શરૂ થયાના દોઢ મહિના પછી 2021ની એલઆરડીની ભરતીનો બનાવટી નિમણુંકલઈ પોલીસ હેડકવાટર્સ ખાતે ગત તા 19/8ના રોજ તાલીમ ભવને હાજર થયેલા જસદણના શિવરાજ પૂર ગામના પ્રદીપ ભરતભાઇ મકવાણાના નિમણૂંક પત્રની ચકાસણી કરાતા તેના પર મેહુલ ભરતભાઇ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલ હોય અને જેથી પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું સામે આવ્યું હતું અને ભોપાળું છતું થયું હતું આરપીઆઈ એમ. કે. મકવાણાની જાગૃતતાથી પ્રદીપ નકલી નિમણૂક પત્રને આધારે તાલીમમાં પ્રવેશ મેળવે તે પહેલા આબાદ ઝડપાઇ ગયો હતો.
આ મામલે પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવને જાણ કરવામાં આવ્યા બાદ આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી અને રાજ્યવ્યાપી એલઆરડી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો.તપાસ દરિમિયાં જાણવા મળ્યું કે પ્રદિપે લોકરક્ષકભરતી 2021ની સ્પર્ધાત્મક પરીક્ષાનુ ફોર્મ ભર્યું હતું. જેમા તેસુરેન્દ્રનગર ખાતે શારીરીકક્ષમતા કસોટીમાં ફેલ થયો હતો.આ અંગે તેના માસા જસદણના બરવાળા ગામે રહેતા ભાવેશભાઈ ગોબરભાઈ ચાવડાને વાત કરી હતી. ભાવેશે તેનો ભાઈ બાલાભાઈગોબરભાઈ ચાવડા 4 લાખ રૂપિયામાં લોકરક્ષકભરતી 2021માં સેટિંગ કરાવી નોકરી અપાવી દેશે જણાવતા પ્રદિપેમાસા ભાવેશને રૂપીયા આપવા તેના પિતા ભરતભાઈને વાતચીત કરતા પ્રદીપના પિતાએ સાઢુભાઈને પુત્રના નિમણૂકપત્રમાટે 2 લાખ રૂપિયાએડવાન્સ આપ્યા હતા. રૂપિયા મળ્યા બાદ ભાવેશ અને તેના ભાઈ બાલાએ પ્રદિપ તથા તેના પિતા ભરતભાઈને પ્રદિપનોલોકરક્ષક તરીકે પસંદ થઈ ગયાનો નિમણૂકપત્ર બતાવી બાકીના 2 લાખ લઈ લીધા હતા અને ઓર્ડર ટપાલથી આવશે તેવું જણાવ્યું હતુંગત તા.25.07.2023ના રોજ પ્રદીપને ટપાલથી લોકરક્ષક તરીકે પસંદગી પામીરાજકોટ શહેર ખાતે નિમણૂક મળ્યા અંગેનો એ જ નિમણૂકપત્ર મળેલ અને14 દિવસ બાદ પ્રદીપને એક મહિલાનો ફોન આવ્યો જેણે પોતે ગાંધીનગર એલઆરડી ભવનથી બોલુંછું તેમ કહી પ્રદીપને તા.19.08.2023ના રોજ રાજકોટ શહેર ખાતે એલઆરડીની તાલીમ માટે હાજર થવાનુછે તેમ જણાવ્યું હતું. જેથી તા.19.08.2023ના રોજ રાજકોટ પ્રદીપ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ માટે હાજર થવા આવ્યો હતોઅને તાલીમમાં પ્રવેશને બદલે પોલીસ લોકઅપમાં પહોંચી ગયો હતો.પ્રદીપ સાથે ક્રાઇમ બ્રાંચે તેના પિતા ભરત મકવાણા તેમજ માસા ભાવેશ ગોબર ચાવડા અને તેના ભાઈ બાલા ગોબર ચાવડાની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ રાજવ્યાપી કૌભાંડ હોવાનો ખુલાસો થયો હતો.
ગાંધીનગર એલઆરડી ભવનના નામેફોન કરનાર સીમા સાથે કોણ કોણ સંપર્કમાં ?
શારીરિક કસોટીમાં નાપાસ થયેલ પ્રદીપે સીધા એલઆરડીમાં નિમણૂક માટે 4 લાખ આપ્યા બાદ ગત .25.07.2023ના રોજ ટપાલથી લોકરક્ષક તરીકે પસંદગીનો લેટર મળ્યો હતો આ લેટરમાં કઈ તારીખે તાલીમ માટે હાજર થવું તે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો આ પત્ર મળ્યાના 15 દિવસ બાદ તા.09.08.2023ના રોજપ્રદીપને મોબાઈલ નંબર પરથી એક મહિલાનો ફોન આવ્યો હતો જેણે પોતે ગાંધીનગર એલઆરડી ભવનથી બોલતી હોવાનું જણાવી પ્રદીપને તા.19.08.2023ના રાજકોટ શહેર ખાતે તાલીમ માટે હાજર થવાની વાત કરી હતી. પ્રદીપને ગાંધીનગર એલઆરડી ભવન માંથી ફોન કરનાર મહિલાનું સીમા હોવાનું જણાવા મળ્યું છે ફોન કરનાર સીમા સાથે કોણ- કોણ સંપર્કમાં હતું અને તેનો આ કૌભાંડમાં કોનો શું રોલ છે તે જાણવા ક્રાઇમ બ્રાન્ચે વધુ તાપસ શરૂ કરી છે.
જે ઉમેદવારોએ પૂરી રકમ આપી તેને જ તાલીમ માટેના ઓર્ડર આપ્યા
ગુજરાતમાં 2021 લેવાયેલી એલઆરડીની ભરતી કરવામાં આવી હતી. જેની પરીક્ષામાંનાપાસ થયેલા 28 જેટલા ઉમેદવારો પાસેથી 4 થી 5 લાખ લઈ ચોટીલાના બે શખ્સોએ પોલીસ તાલીમના અલગ અલગ જિલ્લાના બોગસ નિમણૂક પત્રો આપ્યાનું તપાસમાં ખૂલ્યું છે. રાજકોટ માંથી પકડાયેલ પ્રદીપના માસા ભાવેશ અને તેના ભાઈ બાલાની ધરપકડ બાદ આ ખુલાસો થયો હતો જેની તપાસ કરવામાં આવતા લેટરનું પગેરુંચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખુલ્યું હતું પ્રતિક ઉપરાંત અન્ય લેટર મળી કુલ 28 બોગસ લેટર કાઢવામાં આવ્યાહોય હતા. પ્રદીપના માસા ભાવેશનો ભાઈ બાલો જ મોત ભાગે તેની જ્ઞાતિના ઉમેદવાર શોધી લાવ્યો છે. જેથી જસદણ-વિંછીયા, ચોટીલા, રાજકોટ અને સુરેન્દ્રનગર પંથકના જે ઉમેદવારો એલઆરડીમાં નાપાસ થયા હતા તેણે બાલા મારફતે 4થી 5 લાખ આપી બોગસ નિમણૂક ઓર્ડર લીધા હતા. આ 28 ઉમેદવારોનો બાલાએ સંપર્ક કર્યો હતો અને જે ઉમેદવારોએ પૂરી રકમ આપી તેવા 16 જેટલા ઉમેદવારોને રાજકોટ ઉપરાંત સુરત, જુનાગઢ, ભાવનગરમાં તાલીમ માટેના નકલી નિમણુંક લેટર આપવામાં આવ્યા હતા.
રાજકોટના તાલીમાર્થીના ઓર્ડરના આધારે ભેજાબાજોએ 16 નકલી લેટર બનાવ્યા
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રદિપ ભરતભાઈ મકવાણા તાલીમ માટે હાજર થયો ત્યારે તેણે રાજકોટ પોલીસ કમિશનરની સહીવાળોબિન હથિયાર લોકરક્ષક તરીકે નિમણુક પત્ર ક્રમાંક: શીટ 1 લોકરક્ષકનિમણૂક/856/2023 તા.01.06.2023થી પસંદગી પામેલ હોવાનો પત્ર આપ્યો હતો. પોલીસ કમિશનર કચેરીએ શીટ શાખામાં રેકર્ડઆધારીત તપાસણી કરાવતા ક્રમાંક શીટ-1/લોકરક્ષક/નિમણૂક/856/2023 તા.25.02.2023 આધારે મેહુલકુમાર ભરતભાઇ તરબુંડિયા નામના ઉમેદવારની પસંદગી થઈ હોય અને તેહાલમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં તાલીમ લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું હવે ક્રાઈમ બ્રાંચ એ તપાસ કરી રહી છે કે ચોટીલાના બે ભેજા બાજો જેમણે આ 16 જેટલા નકલી ઓર્ડર બનાવ્યા તેમાં નિમણૂકનો જાવક ક્રમાંક લખવામાં આવ્યો છે ત્યારે આ સાચો ઓર્ડર આવ્યો ક્યાંથી ?
કૌભાંડ પકડાયું ન હોત તો 28 ઉમેદવારો પોલીસમાં ભરતી થઈ ગયા હોત
એલઆરડીની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોને નોકરીમાં ઘૂસાડી દેવાના ષડયંત્રમાં ચોટીલાના માસ્ટર માઇન્ડ બંને શખ્સોએ પ્રદીપને તાલીમ માટે મોકલી પ્રથમ દાવ ખેલ્યો હતો નકલી ઓર્ડર બનાવનારને એ ખ્યાલ હતો કે લેટર નકલી છે. પ્રદીપે જાતિ પ્રમાણ પત્રમાં ખરાઈ થવાની બાકી હોય દસ્તાવેજ ચકાસણીમાં મોડું થયું એટલે મોડો હાજર થયાની સ્ટોરી બનાવી હતી. જો પ્રદીપની આ વાત માંની તેને તાલીમ માં પ્રવેશ મળી ગયો હોત તો આખી ટોળકીએ પ્લાન બનાવેલ કે પ્રદીપને હાજર કરવામાં કલીનચિટ મળે તો અન્ય 28 ઉમેદવારોને તબક્કાવાર અન્ય જિલ્લામાં હાજર કરાવી પોલીસમાં ભરતી કરાવી દેવા.
