યુવતીનું ઈન્સ્ટા એકાઉન્ટ હેક કરી ફોટા વાઇરલ કરનાર સામે ફરિયાદ
યુનિવર્સિટી રોડ ઉપર રહેતી યુવતી સાથે ઈન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવેલ યુપીના શખ્સનું પરાક્રમ
રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર રહેતી યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાંઆવેલાશખ્સે મિત્રતાકેળવાયાબાદયુવતીનું ઈન્સ્ટાએકાઉન્ટબંધકરવાના બહાને એકાઉન્ટ હેકકરી મોર્ફ કરેલા ફોટો અપલોડ કરી લગ્ન ન કરેતો બદનામ કરવાની ધમકી આપી બિભત્સ મેસેજો કરી હેરાન કરતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.
૨૪ વર્ષીય યુવતીની ફરિયાદને આધારે પોલીસે મોહમ્મદઅલી સેફ સામે ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે. યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હોય સાતેક માસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફતે મોહમ્મદઅલી સેફના સંપર્કમાં આવ્યા બાદ મોબાઈલ નંબરનીઆપ-લે થઈ હતી ત્યારબાદ બંને વોટ્સએપમાં ચેટ કરતા હતા.યુવતીને પોતાનું બીજું ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરવું હોય જેથી આ બાબતે તેણે મોહમ્મદઅલી સેફને વાત કરતા યુવતીના મોબાઇલમાં આવેલ ઓટીપી આપતા મોહમ્મદઅલી સેફયુવતીનું ઇન્સ્ટાગ્રામ આઈડી પોતાના કબજામાં લઈ લીધું હતું અને આ આઈડી મારફત બીજી યુવતીઓને ફોલો કરવા લાગ્યો હતો. યુવતીએ તેને આમ કરવાની ના પાડી હતી મોહમ્મદઅલી સેફે યુવતીના આ આઈડી પર ડીપીમાં પોતાની સાથેનો મોર્ફ કરેલા પોતાનો ફોટો મુક્યો હતો યુવતીએ તેને આમ કરવાની ના પાડતા મોહમ્મદઅલી સેફે લગ્ન કરવા દબાણ કરી ધમકી આપી અલગ અલગ બે આઈડી મારફત યુવતીને સતત મેસેજ કરી અપશબ્દો લખી હેરાન કરતો હોય યુવતીએ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોનોંધી વધુ તપાસ શરૂ કરી છે.