જસદણમાં પ્રેમી પંખીડાનો ઝેરી દવા પી આપઘાત
પરિવાર એક નહિ થવા દે ના ડરથી વાડીએ બંનેએ જીવનનો અંત આણ્યો : પરિવારમાં કલ્પાંત
જસદણ તાલુકાના ભંડારીયા ગામ રહેતા યુવક તેની પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.જેમાં બંનેને પરિવાર જનો આ જન્મ એક થવા નહિ દે જેના ડરથી બંનેએ ગઈકાલ સવારે વાડીએ જઈ સાથે ઝેર પી લેતા બંનેને ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા સારવાર દરમ્યાન બંનેના મોત નિપજ્યા હતા.પરિવારમા અરેરાટી પ્રસરી જવા પામી છે.
વિગત મુજબ, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામ પાસે આવેલા ભંડારીયા ગામે પાડોશમાં રહેતા કિંજલ ભરતભાઇ મોઢ (ઉં.17) તથા વિવેક ભુપતભાઇ બાવરીયા (ઉં.18) ગત વહેલી સવારે પાંચ વાગ્યે વિવેકની વાડીએ પહોંચી સાથે ઝેર પી લેતા બંનેને ગંભીર હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન પ્રથમ વિવેક અને બાદમાં કિંજલે અનંતની વાટ પકડી હતી. બનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,વિવેકના સગપણની વાત ચાલતી હોય તેનો પરીવાર કમળાપુર છોકરી જોવા પણ ગયો હતો. નજીકનાં સમયમાં સગાઇ પણ થવાની હતી. પરંતુ એ પહેલાં જ પ્રેમમાં મૃત્યુ સુધીનો સાથ નિભાવવા બંનેએ ઝેર પી લઈ જીવન ટૂંકાવ્યું હતું. કિંજલના પિતા ખેતીકામ કરે છે. જ્યારે વિવેક બે ભાઇઓ સાથેનાં સંયુક્ત પરિવારમાં રહેતો હતો. હાલ બંનેને મોતથી
પરીવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અગે ભાડલા પોલીસ દ્વારા આગળની તપાસ હાથધરી છે.