ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું સરાહનીય કામ : કર્મચારીઓને લઘુત્તમ વેતન અપાવ્યુ
૧૭ દીવસથી રાજકોટમા રહેલ યુવાનેતાએ નાના કર્મચારીઓની વેદના સમજી પ્રશ્ન હાલ કર્યો
અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા છેલ્લા 17 દિવસથી સતત રાજકોટ રહીને સંઘર્ષ કરી રહેલા વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી જામનગર રોડ પરના સરકારી પથિકાશ્રમમાં રોકાયેલા છે. તેઓએ અહીંયા પોતાના રોકાણ દરમિયાન રિસેપ્શન ઉપર કામ કરતાં યુવાન કર્મચારીને પૂછ્યું કે કેટલો પગાર તમને આપે છે? જવાબ મળ્યો કે 8 હજાર ! તુરંત જ જીજ્ઞેશ મેવાણીએ કલેકટર અને રાજ્યસરકારના શ્રમ રોજગાર વિભાગના સચિવ અંજુ શર્માને ફોન કરીને જાણ કરી કે ગયા વર્ષે થયેલા વેતન સુધારા મુજબ સર્કિટ હાઉસના કર્મચારીઓનું લઘુતમ ધારા પ્રમાણે વેતન 12 હજારથી ઓછું હોઈ શકે નહીં, આ તો નર્યું શોષણ છે.
વધુમા કે આ કર્મચારીઓને પગાર સ્લીપ પણ અપાતી નથી અને પી.એફ. પણ કપાતુ નથી. બીજા દિવસે, ધારાસભ્ય સીધા કલેકટર પાસે પહોંચી ગયા અને મુદાસર તેઓએ રજૂઆત કરી કે પથિકાશ્રમના સફાઈ કર્મચારી બહેનો અને તમામ સ્ટાફને સરકારે નિર્ધારિત કરેલા લધુતમ વેતન કરતા દર મહિને 4 હજાર રૂપિયા ઓછા આપી દરેક કર્મચારીને વર્ષે 50 હજારનું નુકશાન પહોંચાડી એમની મહેનતના રૂપિયા કોન્ટ્રાકટર ખવાય જાય છે.
આ રજૂઆતોને પગલે શ્રમ અને રોજગાર વિભાગ અને રાજકોટ કલેકટર તંત્ર હરકતમાં આવતાં પથિકાશ્રમની મુલાકાતે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર અને શ્રમ અધિકારીને દોડાવ્યા હતા, જેઓને સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળેલ કે ખરેખર અહીંના કર્મચારીઓને નિયમાનુસાર વેતન ચૂકવવામાં આવતું નથી. આખરે ધારાસભ્યની આ રજૂઆત બાદ કોન્ટ્રાકટરને સૂચના આપી દેવામાં આવેલ છે કે દરેકને મહિને લઘુતમ વેતન પ્રમાણે પગાર ચૂકવવો જેને પગલે આ કર્મચારીઓનો પગાર 8 હજારથી વધીને 12 હજાર 700 રૂપિયા કરી દેવામાં આવતા તેઓ આનંદની લાગણી અનુભવતા હતા.
અહીના એક કર્મચારીએ જણાવ્યું હતુ હતુ કે અમારે અહી(પથિકાશ્રમ અને સર્કિટ હાઉસ) IAS, IPS, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિત અનેક મહાનુભાવો તમામ રોકાતા હોય છે પણ આજદિન સુધી તેમના જીવન વિશે કોઈ દરકાર લીધી ના હતી.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે સમગ્ર રાજકોટની સરકારી ઓફીસોમાં તેઓની વારંવારની રજૂઆતો છતાં કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી, તેની ફરિયાદ આવનાર 18 જૂનના રાજ્યના ચીફ સેક્રેટરી સમક્ષ કરવાના છે અને નાના કર્મચારીઓના શોષણ જેવા અનેક મુદાઓને લઇ રજૂઆત કરી તાકીદે નિરાકરણ કરી ન્યાય અપાવવાના પ્રયાસ કરી તેવુ જણાવ્યુ હતુ.