ટાઢોડું! રાજકોટમાં મહત્તમ તાપમાન ૧.૭ ડિગ્રી ઘટ્યું
નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮ ડિગ્રી: કચ્છ માટે બે દિવસનું કોલ્ડવેવ એલર્ટ
ઉત્તર-પૂર્વના પવનને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટાઢોડું યથાવત જોવા મળી રહ્યું છે, મંગળવારે નલિયા સૌથી ઠંડુ સેન્ટર રહ્યું હતું અને રાજકોટમાં પણ લઘુતમ તાપમાન ૦.૨ ડિગ્રી ઘટીને ૧૦.૮ ડિગ્રી થયું હતું તો મહત્તમ તાપમાન પણ ૧.૭ ડિગ્રી ઘટી જતા રાજકોટમાં સવારે અને સાંજના સમયે કડકડતી ઠંડી અનુભવાઈ હતી.
બીજી તરફ હવામાન વિભાગે કચ્છ માટે આગામી બે દિવસ કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરતા સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની શક્યતા છે. શિત લહેર જેવી સ્થિતિ વચ્ચે મંગળવારે નલિયા ખાતે ૬.૫ ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ સેન્ટર રહ્યું હતું. જયારે રાજકોટમાં ૧૦.૮ ડિગ્રી,અમદાવાદમાં ૧૧.૮, અમરેલીમાં ૧૧.૬, વડોદરામાં ૨૦.૨, ભાવનગરમાં ૧૪.૪, ભુજમાં ૧૧.૫, દમણમાં ૧૩, ડિસામાં ૧૧, દિવમાં ૧૩.૧, દ્વારકામાં ૧૭.૨, કંડલામાં ૧૪, ઓખામાં ૧૯.૬, પોરબંદરમાં ૧૨.૮ અને વેરાવળ ખાતે ૧૭.૧ ડિગ્રી તેમજ જામનગરમાં ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન હવામાન વિભાગે કચ્છ માટે બે દિવસનું કોલ્ડવેવ યલો એલર્ટ જાહેર કર્યું હોય આગામી બે દિવસ કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.