શરદી-ઉધરસ-તાવના રોગચાળો બેકાબૂ: સપ્તાહમાં ૧૪૬૧ કેસ
રાજકોટમાં રોગચાળો જાણે કે ઘટવાનું નામ જ લઈ રહ્યો ન હોય તેવી રીતે દર સપ્તાહે તેનો ગ્રાફ ઉંચો જ જઈ રહ્યો છે. ખાસ કરીને સીઝનલ રોગચાળો જેમાં શરદી-ઉધરસ-તાવના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજકોટમાં તા.૪ માર્ચથી ૧૦ માર્ચ સુધીમાં વધુ ૧૪૬૧ દર્દી નોંધાયા હોવાનું મનપા દ્વારા જાહેર કરાયું છે. તંત્રએ આપેલા આંકડા પ્રમાણે શરદી-ઉધરસના ૧૧૦૪ (વર્ષના ૧૧૭૭૮), સામાન્ય તાવના ૧૯૩ (વર્ષના ૧૬૦૬), ઝાડા-ઊલટીના ૧૬૪ (વર્ષના ૨૨૫૮) કેસ નોંધાયા છે તો ચિકનગુનિયાનો ૧ (વર્ષના ૧૧) દર્દી મળી આવ્યો છે. જો કે આ કેસ મર્યાદિત હોસ્પિટલો તેમજ ૨૩ આરોગ્ય કેન્દ્ર અને સિવિલ પાસેથી જ એકઠા કરીને જાહેર કરી દેવામાં આવતા હોવાથી શહેરમાં રોગચાળાની સ્થિતિ ક્યારેય સામે આવી રહી નથી.