રાજકોટમા આખો દિવસ ધ્રાબડિયું વાતાવરણ: સૂરજ ડોકાયો જ નહીં
રાજકોટમા આજે આખો દિવસ વાતાવરણ ધાબડિયુ રહ્યુ છે અને તેને કારણે અનેક લોકોએ બેચેની અનુભવી છે. આજે સુરજના દર્શન થયા જ નથી અને આખો દિવસ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો છે. આમ તો તાપમાન ૧૫ ડીગ્રી આસપાસ જ નોંધાયું છે પણ તડકો નહી નીકળતા ઠંડી વધુ અનુભવાતી હતી. જમ્મુ કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમા બરફ પડવાના કારણે મેદાની વિસ્તારોમા ઠંડી વધી છે. જેના પગલે ગુજરાતમા પણ ઠંડી વધવા લાગી છે.
ડિસેમ્બર મહિનો ઝડપથી પસાર થઈ રહ્યો છે અને શિયાળાની અસર દેખાવા લાગી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે પહાડોમાં ચાલી રહેલી કોલ્ડવેવને કારણે ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. જમ્મુ કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમા બરફ પડવાના કારણે મેદાની વિસ્તારોમા ઠંડી વધી રહી છે. જેના પગલે ગુજરાતમા પણ ઠંડી વધવા લાગી છે. આજે ઠંડીનો ચમકારો રહ્યો હતો. ગુજરાતમા ૧૧.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે અદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યુ હતુ. આ ઉપરાત માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી નીચે ગગડતા બરફની ચાદર છવાઈ હતી.
માઉન્ટ આબુમાં જામ્યો બરફ
માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતુ. મળતી માહિતી મુજબ, માઉન્ટ આબુમાં ઘાસ, ફૂલો, પાંદડા અને વાહનોના વિન્ડશિલ્ડ પર બરફના થર જોવા મળ્યા હતા.
ઠંડીથી બચવા અગે ઉપાયો
શિયાળાના ઋતુમાં ઠંડીથી બચવા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ એમ.રાઠોડ દ્રારા જાહેર જનતાને રક્ષણાત્મક પગલા લેવા અપીલ કરાઇ છે. જે અન્વયે ઠંડીથી બચવા ગરમ કપડા તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ, બિમાર વ્યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શકય હોય ત્યાં સુધી ધરમાં જ રહેવુ તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું. ઠંડીથી બચવા રૂમના બારી બારણા બધ રાખવા સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્યના તાપમાં બેસવું ઠંડીની અસર હેઠળ કોઇ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાને અથવા આરોગ્ય કર્મચારીનો સપર્ક કરી જરૂરી સારવાર મેળવવી અને ઠંડી દરમ્યાન વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરવુ ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસલીન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો. શકય હોય તો સાદા સાબુના બદલે ગ્લીસરીન યુકત સાબુનો ઉપયોગ કરવો. ઉપરોકત તમામ બાબતો જરૂરી આરોગ્ય શિક્ષણ આરોગ્ય કર્મચારી દ્રારા આપેલ માર્ગદશન મુજબ રોજીંદી જીવન શૈલીમાં કાળજી રાખવા જાહેર ઉપરોકત તમામ બાબતોની કાળજી જાહેર જનતાને અપીલ કરવામા આવી છે.
