જીવંતીકાનગરમાં બે પરિવાર વચ્ચે ધીંગાણું,બે લોથ ઢળતા સ્હેજમાં અટકી
વાહન અથડાવવા જેવી નજીવી બાબતે હુમલામાં ચાર ઘાયલ, ૧૮ સામે હત્યાની કોશિષનો ગુનો
રાજકોટના ગાંધીગ્રામના જીવંતીકાનગર પાસે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઇ હતી અને મામલો હત્યાની કોશિષ સુધી પહોચી ગયો હતો જે અંગે બન્ને પક્ષોએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં સામાસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ૧૮ સામે ગુનો નોંધી બન્ને પક્ષોના આઠ લોકોની ધરપકડ કરી છે.
જેમાં પોલીસે.જીવંતીકાનગર શે.ન-૧ મોમાઇ કૃપા મકાનમાં રહેતા મિતભાઇ મનીષભાઇ ધામેચાની ફરિયાદ પરથી દીપેશ ઉર્ફે ભટ્ટ,મયુર,ગૌરવ વાઢેર,નેશુ,ભવ્ય વાળા તથા તેની સાથેના અજાણ્યા સાતેક સહીત ૧૨ સામે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.મીતે ફરીયાદીમાં જણાવ્યું કે તે એકટીવા લઇને જતો હતા તે દરમ્યાન ગંગેશ્વર મહાદેવ મંદીર પાસે દીપેશ દીલીપંભાઇ કંબોડીયાના પત્ની તેનુ એકટીવા લઇ નીકળ્યા હોય અને તેણે અચાનક ટર્ન મારતા અકસ્માત થતા સ્હેજમાં અટક્યો હતો જેથી માથાકૂટ થઇ હતી. જેનો ખાર રાખી દીપેશ ઉર્ફે ભટ્ટ,મયુર,ગૌરવ વાઢેર,નેશુ,ભવ્ય વાળા તથા તેની સાથેના અજાણ્યા સાતેક સહીત ૧૨ શખ્સોએ છરી તથા ધોકા સાથે આવી મિત અને કાશીબેન બાબુભાઈ ધામેચા (ઉં.વ.૫૨) ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
સામા પક્ષે અક્ષરનગર સોસાયટી ગાંધીગ્રામમાં રહેતા દિવ્યેશ દિલીપભાઈ વ્યાસ (ઉવ.૨૨)ની ફરિયાદને આધારે
મીત ઠાકોર,અમીત ઠાકોર,અમીત ઠાકોરના પિતા તથા ત્રણ અજાણ્યા મળી ૬ શખ્સો સામે હત્યાની કોશિષ રાયોટિંગના ગુના દાખલ કર્યા છે. ફરીયાદીના પત્ની એકટીવા લઇ એસ.કે ચોક રોડ ઉપરથી જતા હતા ત્યારે મિત સાથે અકસ્માત બાબતે ઝગડો થયા બાદ દિવ્યેશના મીત્ર કરણે સમાધાન કરવા માટે બોલાવેલ હોય જ્યા બન્ને વચ્ચે ફરી માથાકૂટ થઇ હતી અને વાત વણસી હતી અને મિત અને તેના પરિવારના સભ્યો સહિતનાઓએ હુમલો કરી દિવ્યેશની હત્યાની કોશિષ કરી હતી. ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એમ.જી. વસાવા, પીએસઆઇ જે.જી. રાણા સહિતના સ્ટાફે બન્ને પક્ષની ફરીયાદને આધારે ૧૮ સામે ગુનો નોંધી આઠની ધરપકડ કરી છે.