મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા: નરેન્દ્ર મોદી
રાજકોટમાં ડી.વાય ચંદ્રચુડનાં ગુજરાતી ભાષણની વડાપ્રધાને નોંધ લીધી
ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ શનિવારે રાજકોટના મહેમાન બન્યા હતા નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ બિલ્ડિગનું લોકાર્પણ કર્યું હતું. સૌથી રોચક વાત રહી હતી કે ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ પણ રંગીલા રાજકોટના દિવાના બન્યા હતા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત જ ગુજરાતીથી કરી હતી. ચીફ જસ્ટિસે પોતાનું સંબોધન જયશ્રી કૃષ્ણ સાથે શરૂ કર્યું હતું. પ્રારંભિક સંબોધન પણ ગુજરાતીમાં કર્યું હતું.આ સંબોધનની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે અને તેમણે એક ટવીટ કરીને આ બાબતની સરાહના કરી છે.
ચીફ જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડના ગુજરાતી ભાષણનો વિડીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે.નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘આપણી સર્વોચ્ચ અદાલતના આદરણીય મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે! ગુજરાતીમાં બોલવાનો અને લોકો સાથે જોડાવાનો તેમનો આ સરાહનીય પ્રયાસ…’