રાજકોટમાં આંગણવાડીઓમાં સતત બીજા દિવસે ચેકિંગ: તંત્ર દેાડતું થયું
વેાઇસ ઓફ ડેના અહેવાલ બાદ તંત્ર જાગ્યું: ભેાજન, પાણીની વ્યવસ્થાને લઈને તપાસ કરાઇ: આંગણવાડી આસપાસ ગંદકી, કચરેા દૂર કરાયેા
રાજકેાટમાં મહાનગર સંચાલિત આંગણવાડીઓમાં ચાલતી લાલિયાવાડી વિષે વેાઇસ ઓફ ડે દ્વારા મુહિમ ચલાવવામાં આવી હતી. જેમાં બાળકેાને પેાષણયુક્ત આહાર આપવામાં આવતેા ન હેાવાનેા, સફાઇ, પીવાના પાણી સહિતની સુવિધાઓ ન હેાવાનેા પર્દાફાશ થયેા હતેા. અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દેાડતું થયું છે. ગુરુવારે સુપરવાઇઝરેાએ આંગવાડીઓઓની વિઝિટ કર્યા બાદ શુક્રવારે આંગણવાડીના ઇન્ચાર્જ પ્રેાગ્રામ ઓફિસર તૃપ્તિ કામલીયાએ પણ આંગણવાડીમાં ચેકિંગ કર્યું હતું.
શુક્રવારે આંગણવાડીના ઇન્ચાર્જ પ્રેાગ્રામ ઓફિસર તૃપ્તિબેન કામલિયાએ શહેરની આંગણવાડીમાં વિઝિટ કરી હતી. જ્યાં એમણે બાળકેાને આપવામાં આવતા ભેાજનની ગુણવત્તા તપાસી હતી. ઉપરાંત બાળકેાના વાલીઓને પણ ભેાજન અંગે જો કેાઈ ફરિયાદ હેાય તેા જણાવવા કહ્યું હતું. ઉપરાંત વેાઇસ ઓફ ડે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અંગે એમણે કહ્યું હતું કે, બાળકેાને શુદ્ધ પીવાના પાણીનેા પ્રશ્ન દૂર થઈ જશે. આ બજેટમાં આંગણવાડીઓમાં વેાટર પ્યૂરીફાઈ માટે દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે જે પણ આંગણવાડી આસપાસ ગંદકી છે તે અંગે ન્યૂસન્સ પેાઈન્ટનું લિસ્ટ પણ કેાર્પેારેશનને આપવામાં આવ્યું છે.
આંગણવાડીના પ્રેાગ્રામ ઓફિસર તૃપ્તિબેને વધુમાં કહ્યું હતું કે, જો કેાઈ વાલીને પ્રશ્ન હેાય તેા સીધું જ મહાનગર પાલિકામાં આવી શકે છે. ઉપરાંત એક આંગણવાડીમાં પાણીના ટાંકાનું ઢાંકણું ચેારાઇ જતું હતું તે અંગે પણ એવું કહેવામાં આવ્યું હતું કે, આવા કિસ્સામાં અમે પેાલીસ ફરિયાદ પણ કરીએ છીએ. જ્યારે કેટલીક જગ્યાએ આંગણવાડી આસપાસ રહેતા લેાકેા જ ગંદકી કરે છે, કચરેા નાખે. માટે લેાકેાએ પણ જાગૃત થવાની જરૂર છે.
સરકાર દ્વારા બાળકેાને પ્રી-એજ્યુકેશન મળી રહે તે માટે આંગણવાડીઓ શરૂ કરી છે અને કરેાડેા રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. જેમાં બાળકેાને પેાષણયુક્ત આહાર મળે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પરંતુ રાજકેાટમાં મહાનગર પાલિકા સંચાલીત આંગણવાડીઓમાં યેાગ્ય સંચાલનના અભાવે સરકારનેા હેતુ મારી ગયેા હતેા. પરંતુ વેાઇસ ઓફ ડે દ્વારા બાળકેાના હિત ખાતર ઉઠાવવામાં આવેલી આંગણવાડીની મુહિમ બાદ તંત્ર દેાડતું થયું છે અને એક બાદ એક આંગણવાડીઓમાં અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ બાળકેાને લગતા પ્રશ્નેા દૂર કરવામાં આવ્યા છે.