મિલકતવેરો નહીં ભરતા ગાંધીગ્રામમાં સસ્તા અનાજની દુકાન સીલ
વેરા વસુલાત શાખાની જપ્તી-સીલિંગ ઝુંબેશમાં શુક્રવારે ૪૫.૫૩લાખ રીકવરી
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા બાકી વેરો વસૂલવા અંતે આકરી રીકવરી ઝુંબેશ શરૂ કરી છે ત્યારે આ ઝુંબેશના ત્રીજા દિવસે ટેક્સ વિભાગે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ૧૮ -મિલ્કતોને સીલ મારી દઈ ૧૬- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપતા રૂપિયા ૪૫.૫૩ લાખની રીકવરી થઇ હતી, શુક્રવારની ઝુંબેશ અન્વયે બાકી વેરો ભરપાઈ નહીં કરનાર ગાંધીગ્રામ વિસ્તારના સસ્તા અનાજના દુકાનદારની દુકાનને સીલ કરવામાં આવી હતી.
રાજકોટ મહરનગર પાલિકાના ટેક્સ વિભાગ દ્વારા શુક્રવારે વોર્ડ નં-૧માં રૈયા રોડ વિધુત નગર પાસે આવેલ રામેશ્વર પાર્ક શેરી-૧ માં ત્રણ મિલ્કત ધારકોને નોટીસ આપતા ચેક આપવામાં આવ્યા હતા જયારે ૧૫૦ ફીટ રીંગ રોડ શાસ્ત્રી નગર મેઈન રોડ શેરી નં-૪ માં આવેલ પટેલ ઈન્ટરીયલ પ્રોડકટની સામે સીલની કાર્યવાહી ચેક આપેલ હતો જયારે ગાંધીગ્રામ એસ.કે.ચોક પાસે મણીભદ્ર સ્ટીલને નોટીસ આપતા તેમને પણ ચેક આપેલ હતો ઉપરાંત ગાંધીગ્રામમાં આવેલ મહાવીરનગરમાં સસ્તા અનાજ ની દુકાનને સીલ મારવામાં આવ્યું હતું તેમજ વોર્ડ નં-૧૬માં રાજકોટ- ૨ પટેલનગરમાં જય બજરંગકૃપા નામની મિલ્કત સીલ કરવામાં આવી હતી.
જયારે વોર્ડ નં-૨માં કસ્તુરબા રોડ ઉપર “એમ્બેસી ટાવર“માં શોપ નં-૨૦૩, બીલખા પ્લાઝામાં ફસ્ટ ફ્લોર પર ૧-મિલ્કત, રૈયા રોડ પી.પી કેન્સર હોસ્પિટલ ઉપાસના કોમ્પ્લેક્ષ ફસ્ટ ફ્લોર શોપ નં-૧૧, રૈયા રોડ અન્ડર બ્રીજ પાસે ધ સીટી સેન્ટર ફોર્થ ફ્લોર શોપ નં-૪૦૯, આમ્રપાલી સિનેમાની બાજુમાં આવેલ ધ્રુવનગર મેઈન રોડ લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર, બારૈયા મેઈન રોડ પર પંચરત્ન અપાર્ટમેન્ટમાં શોપ નં-૩/એ, રૈયા રોડ સત્યમ કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોર પર ૧-મિલ્કત તેમજ રૈયા રોડ સદગુરુ તીર્થધામ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૬ ને સીલ કરવામાં આવ્યું હતું. તેમજ પરાબજારમાં દ્વારકાધીશ ગોકળદાસ નજીક મિલ્કતને નોટિસ આપતા ચેક આપવામાં આવ્યો હતો.
વોર્ડ નં-૫માં પેડક રોડ મેલડીમાતાના મંદિર સામે ગાંધી સ્મૃતિ સોસાયટીમાં સીલની કાર્યવાહી કરતા રૂ.૫.૦૦ લાખની રિકવરી થઇ હતી તેમજ આર.ટી .ઓ નજીક માલધારી સોસાયટીમાં રિકવરી કરવામાં આવતા ચેક આપવામાં આવ્યો હતો. જયારે વોર્ડ નં-૭માં ભુપેન્દ્ર રોડ પર બાલાજી બિઝનેઝ ટેર્મીનલ માં ઓફીસ નં-૧૦૧ ને નોટીસ આપતા રિકવરી રૂ.૧.૧૦ લાખ, ગોંડલ રોડ પર પ્રમુખ સ્વામી આર્કેડમાં ફર્સ્ટ ફ્લોર પર ઓફીસ નં-૩૩/એની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.૨.૦૦ લાખ, વોર્ડ નં-૧૨માં ૧૫૦ ફીટ રીંગ રોડ પર મવડી ચોક નજીક “આર.કે એમ્પાયર “સામે સીલની કાર્યવાહી કરતા રૂ.૫૨,૬૭૦ની રિકવરી થઇ હતી.
આ ઉપરાંત વોર્ડ નં-૧૩ ઉદ્યોગનગર, મવડી પ્લોટમાં અલ્કા સોસાયટી કોમ્યુનીટીહોલ સામે એમ.પી.પાર્ક એક મિલ્કતને સીલ મારી કોઠારીયા વિસ્તાર મારુતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંસીલ ની કાર્યવાહી કરતા બાકીદારે ચેક આપ્યા હતા. વોર્ડ નં-૧૪માં બાપુનગર મેઈન રોડ પર અલંગ હાઉસ “ડીપસી નમકીન” ને નોટીસ આપવામાં આવતા રૂ.૨.૬૮ લાખની રિકવરી થઇ હતી.આ ઉપરાંત કોઠારીયા રોડ, જીલ્લા ગાર્ડન, લક્ષ્મીવાડી મેઈન રોડ, કેવડાવાડી મેઈન રોડ, ૮૦ ફીટ રીંગરોડ, કાન્તા વિકાસ ગૃહ સામે આવેલ મિલ્કત અંગે સિલિંગની કાર્યવાહી કરવા આવતા ચેક આપવામાં આવ્યા હતા તેમજ નવા થોરાળા વિસ્તારમાં શેરી નં-૮ માં “ચામુંડા કૃપા “ ને નોટીસ આપવામાં આવતા રૂ.૨૩,૬૮૦ની રિકવરી થઇ હતી,
ટેક્સ રિકવરીની આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી, આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા કરવામાં આવેલ હતી.