CBSEની ધો.10-ધો.12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે
વિદ્યાર્થીઓને પરીક્ષા વચ્ચે પૂરતો સમય અપાશે:32 થી 49 દિવસ પરીક્ષા ચાલશે
સીબીએસઇ દ્વારા બોર્ડની પરીક્ષા નો ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બે પેપરની વચ્ચે વિદ્યાર્થીઓને પરીક્ષા ની તૈયારી માટે સમય આપવામાં આવ્યો છે. આ વખતે બોર્ડ દ્વારા ૮૬ દિવસ પહેલા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે આયોજન કરી શકશે.
બોર્ડ દ્વારા 15 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે જેમાં ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 18 માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, 4 એપ્રિલ ના રોજ પૂરી થશે ધોરણ 10 ની પરીક્ષા 32 દિવસ ચાલશે જ્યારે ધોરણ 12 ની પરીક્ષા 49 માં દિવસે પૂર્ણ થશે. ધોરણ 10 અને ધોરણ 12 માં મહત્વના વિષયની પરીક્ષા શરૂઆતના દિવસોમાં નહીં લેવાય જ્યારે બે થી ત્રણ પેપર પૂરા થઈ ગયા બાદ મહત્વના વિષયોની પરીક્ષા લેવામાં આવશે.
સીબીએસઇ બોર્ડ દ્વારા પ્રથમ વખત 86 દિવસ પહેલા ડેટ શીટ જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષા શાંતિથી ભય વિના વિદ્યાર્થીઓ આપી શકે તે માટે બોર્ડ દ્વારા એક પેપર પૂરું થયા બાદ વ્યવસ્થિત રજા આપવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓ આયોજનબદ્ધ પરીક્ષાની તૈયારી કરી શકે. બોર્ડની પરીક્ષા સવારના 10:30 વાગ્યાથી શરૂ થશે. 44 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપશે.