ઇન્ફીનીટી ગેઇમ ઝોનની પોલ ખૂલતાં બોક્ષ ક્રિકેટનો અલગ ગેઇટ બનાવ્યો
‘વોઇસ ઓફ ડે’ ના અહેવાલનો પડધો
ગેઇમ ઝોનમાં આવેલા ક્રિકેટ કોર્ટ અને કેફેને બંધ કરી તાળું મારી દીધું
રાજકોટમાં તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલું ઇન્ફીનીટી ગેઇમ ઝોનના માલિક સામે ફાયર એનઓસી ન હોવાથી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. અને મનપાએ ગેઇમ ઝોન બંધ રાખવાની સૂચના આપી હતી. તો માલિકે પોતાનો મગજ દોડાવી માત્ર ગેઇમ ઝોન જ બંધ રાખ્યું હતું. પરંતુ એક જ ગ્રાઉન્ડમાં આવેલું બોક્ષ ક્રિકેટ અને કેફેને ચાલુ રાખ્યા હતા. જે બાબતે વોઇસ ઓફ ડે દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા માલિકે ગેઇમ ઝોનમાં આવેલું કેફે અને ક્રિકેટ કોર્ટ બંધ કરી મેઇન ગેટને તાળું મારી દીધું હતું. અને અડીને બનાવમાં આવેલા નવા બોક્ષ ક્રિકેટ માટે નવો એન્ટ્રી ગેઇટ બનાવ્યો હતો.
રાજકોટમાં TRP ગેઇમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થયા હતા. અને ત્યાં બાદ તંત્ર જાગ્યું હતું.અને અને ફાયર NOC ન હોય તેવા ગેઇમ ઝોનના સંચાલકો સામે ડીસીબી પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં રાજકોટના ઇન્ફીનીટી ગેઇમ ઝોન સહિત 8 ગેઇમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરાઇ હતી. અને મનપાએ તમામ ગેઇમ ઝોન તાકીદે બંધ રાખવાની સૂચના આપી હતી. પરંતુ આ સૂચનાનું પાલન ઇન્ફીનીટી ગેઇમ ઝોનના માલિકે કર્યું ન હતું. અને પોતાની મરજીથી માત્ર બોલિંગ કોર્ટ અને પુલ ટેબલ બંધ રાખી એક જ ગ્રાઉન્ડમાં આવેલું બોક્ષ ક્રિકેટ અને કેફે બંધ કર્યું ન હતું.જેથી વોઇસ ઓફ ડે દ્વારા અહેવાલ પ્રસિદ્ધ તેની પોલ ખોલતા રાતોરાત ગેઇમ ઝોન વાળા ગ્રાઉન્ડમાં આવેલું બોક્ષ ક્રિકેટ અને કેફે બંધ કરી એન્ટ્રી ગેઇટને તાળું મારી દીધું હતું. અને અડીને નવું બનાવવામાં આવેલું ઇન્ફીનીટી સ્પોર્ટનો નવો ગેઇટ બનાવી દીધો હતો. જેથી માલીક દ્વારા નિયમોનો ઉલ્લંઘન કરાતા હોવાનું બહાર આવતાની સાથે જ તેને ગેઇમ ઝોનના ગ્રાઉન્ડમાં ધમધમતા કેફે અને બોક્ષ ક્રિકેટને તાળા મારી દીધા હતા.