પ્રેમી બીભત્સ ફોટા વાઇરલ કરવા ધમકી આપતા બીએસસીની છાત્રાનો આપઘાત
અમરેલીની ગજેરા શૈક્ષણિક સંકુલની હોસ્ટેલમાંબનેલો બનાવ
બોટાદની વતની બીએસસીના ત્રીજા વર્ષમાંઅભ્યાસ કરતી વિધાર્થીનીએ પ્રેમીના ત્રાસથી કંટાળી અમરેલીના શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરીલેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. વિદ્યાર્થિનીએ આપઘાત પૂર્વે લખેલી સ્યૂસાઈડ નોટણે આધારે પોલીસે બોટાદના શખ્સ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં આવેલા ગજેરા શૈક્ષણિક સંકુલમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને ત્યાંજ લક્ષ્મી ડાયમંડ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી બોટાદ પંથકની અર્ચના મેહુલભાઈ તલસાણીયાએ પોતાની હોસ્ટેલના ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો.હતો.આ અંગે ગૃહપતિએ તેના પરિવારને જાણ કરતાં બોટાદ રહેતા અર્ચનાના પરિવારને તુરંત અમરેલી દોડી આવ્યા હતા. અને હોસ્ટેલમાં અર્ચના જયાં રહેતી હતી તે રૂમમાં સામાન લેવા માટે ગયા ત્યારે મૃતક અર્ચનાનો થેલો ખોલીને જોયું તો તેમાં ત્રણ કાગળો મળ્યા હતા.જે સ્યૂસાઈડ નોટ હતી.આ સ્યૂસાઈડ નોટમાં અર્ચનાએ પ્રેમી આકાશના ત્રાસથી આપઘાત કર્યાનું જાણવા મળતા પરિવારજનોએ અમરેલી પોલીસને જાણ કરી હતી અને પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે બોટાદના આકાશ મનજી શિહોરા સામે ગુનો નોંધ્યો હતો.
લખેલું હતું
મે ખૂબ સહન કર્યું હવે મારાથી સહન નથી:અર્ચનાની હદયદ્રાવક સ્યુસાઇડનોટ
અર્ચનાએ સ્યુસાઇડ નોટ માં લખ્યું હતું કે, મારી જિંદગીથી અતિશય કંટાળીપગલું ભરી રહી છું. અત્યાર સુધી મે ખૂબ સહન કર્યું હવે મારાથી સહન નથી થતું. સોરી બા, બાપુજી, પપ્પા મેં તમારાથી એક વાત સંતાડી રાખી સિહોરા આકાશ સાથે હું વાત કરતી હતી,મારા શરીર પર કેટલા ડામ છે મને ખુદને નથી ખબર. હવે તે માણસ મારી પર્સનલ જગ્યા પર ડામ દેવાનું કહે છે. તે એમ કહે છે કે તું ડામ દે નહીંતર હું તારા ખરાબ ફોટા ચડાવી દઈશ અને તને બદનામ કરીશ. આકાશે મને કીધું તું કે કોઈ દિવસ ખોટું બોલતી નહીં છતાં હું બોલું છું કારણ કે મને બીક હતી કે તે મારા કપડાફડાવી ન નાખે,મને ડામ ન દેવડાવે, મને મરચુ ન નખાવે. હજુ એક વાત સંતાડી હતી કે અમારા લગ્ન તા.૧૯-૧૦-ર૦રરના રોજ થઈ ગયાહતા.
