શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે બ્રહ્મસંબંધ દીક્ષા લેવાનો અવસર
શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસે બ્રહ્મસંબંધ દીક્ષા લેવાનો અવસર છે. પુષ્ટિ માર્ગના સ્થાપક 108 શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચૈત્ર વદ એકાદશીએ ચંપારણમાં થયું હતું. વર્ષ 2025માં શ્રી મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય ઉત્સવ તા. 24 એપ્રિલને ગુરુવારે છે. આ પાવન અવસરે યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદય દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા અપાશે.
રાજકોટ શહેરના અંબાજી કડવા પ્લોટમાં આવેલી શ્રી સર્વોત્તમ હવેલી ખાતે બિરાજમાન પરમ પૂજ્યપાદ યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદય દ્વારા વૈષ્ણવોને સવારે ૦૯ કલાકે શ્રી ઠાકોરજી સન્મુખ બ્રહ્મસંબંધ દીક્ષા અપાશે. બ્રહ્મસંબંધ દીક્ષા લેવા ઇચ્છુક વૈષ્ણવોએ તા. 22 એપ્રિલ સુધીમાં શ્રી રઘુરાજભાઈ સિસોદિયાનો મો.નં. 93769 47131 પર સંપર્ક કરીને નામ નોંધાવવાનું રહેશે