ભક્તિનગર પોલીસ મથક: જંગલ’ના રીઢાઓ-ચોરટાંઓને કંટ્રોલ’માં રાખવાની ચેલેન્જ
કાયદાની ભક્તિ' સાથેનગર’ની રક્ષાની નેમ ધરાવતાં પોલીસ મથકનો એક્સ-રે
સૌથી સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્વર' કે જ્યાં છરી-તલવારો નીકળવી રોજિંદી બની ચૂકી છે ત્યાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાઉન્ડ ધ ક્લોક રહેવું પડે છેએક્ટિવ’
ગુંદાવાડીમાં માથાનો દુ:ખાવો બની ગયેલી ટ્રાફિક સમસ્યાને દૂર કરવી પણ પહાડ જેવડો પડકાર
૯૨ દિવસમાં ચાર ઘરફોડી અને ચાર ચોરી; આઠેય હજુ અનડિટેક્ટ: ત્રણ મહિનાના ગુન્હાનો ગ્રાફ કાબૂમાં પણ ક્યારે શું થઈ જાય તેની આગાહી' અંબાલાલ પણ ન કરી શકે !!

થોરાળા બાદ સેન્સેટીવ મતલબ કે સંવેદનશીલ પોલીસ મથકમાં જો કોઈની ગણતરી કરવામાં આવે તો તે ભક્તિનગર પોલીસ મથકને જ ગણવું પડે...આમ તો આ વિસ્તાર શાંત ગણાય છે પરંતુ અહીં જંગલેશ્વર કે જેને ઘણાખરા શહેરીજનોજંગલ’ની ઉપમા આપે છે ત્યાં છાશવારે નાની-મોટી માથાકૂટ સહિતના બનાવો બની રહ્યા હોય તેને કંટ્રોલ'માં રાખવાની સાથે સાથે પાછલા મહિનાઓમાં ચોરી તેમજ ઘરફોડીના બનાવો નોંધાયા હોય તેને નાબૂદ કરવાનો પડકાર ભક્તિનગર પોલીસ મથક સામે મોઢું ફાડીને ઉભેલો છે.

વોઈસ ઓફ ડે’ દ્વારા શહેરના દરેક પોલીસ મથકનો એક્સ-રે' કાઢવામાં આવી રહ્યો છે ત્યારે ભક્તિનગર પોલીસ મથક વિસ્તાર ગુન્હાની દૃષ્ટિએ કેવો છે તેનો ચિતાર અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ૨૮ ચોરસ કિલોમીટર વિસ્તાર જે પોલીસ મથક હેઠળ સમાવિષ્ટ આ પોલીસ મથકમાં છેલ્લા ત્રણ મહિનાના ૯૨ દિવસની અંદર ગુન્હાખોરીનો ગ્રાફ કાબૂમાં હોવાનું આંકડા પરથી લાગી રહ્યું છે પરંતુ અહીં ક્યારેય શું થઈ જાય તેનીઆગાહી’ કદાચ અંબાલાલ પણ કરી શકે તેમ નથી !! એક તો અહીં જંગલેશ્વર વિસ્તાર આવેલો હોય ત્યાં મારામારી ઉપરાંત દારૂ-ગાંજો પણ મોટાપાયે પકડાઈ રહ્યા હોય તેની હેરાફેરી અટકાવવાની સાથે જ રીઢાઓ કાબૂમાં રહે તેની વ્યવસ્થા કરવી પણ પોલીસ મથક માટે કપરી રહેતી હોય છે. હાલ અહીં એક પીઆઈ, છ પીએસઆઈ સહિત ૯૨ અધિકારી-જવાનોની સ્ટે્રન્થ છે જે આ વિસ્તારના લોકોની સુરક્ષા કાજે તૈનાત રહે છે.
ખાસ કરીને ભક્તિનગર પોલીસ મથકના તાબામાં ગુંદાવાડી જેવી ગીચતા ધરાવતી બજારો પણ સામેલ હોય અહીં ટ્રાફિક સમસ્યાને દૂર કરવાનો પહાડ જેવડો પડકાર પણ ઉભેલો જ રહેતો હોવાથી દિવાળી વખતે કોઈ પ્રકારનો બનાવ ન બની જાય તે માટે ભક્તિનગર પોલીસ મથક દ્વારા અત્યારથી જ પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે.
છાકટાં બનીને ખેલ' કરનારાનેકૂકડા’ બનાવ્યાની સંખ્યા પણ અહીં જ વધુ !
પાછલા થોડા મહિનાઓ દરમિયાન સોશ્યલ મીડિયા પર દારૂ સહિતનો નશો કરીને ખેલ' કરતા હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા હતા. આ પૈકીના મહત્તમ વીડિયો ભક્તિનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં જ બન્યા હોવાથી આવા તત્ત્વોને કાયદાની પરિભાષા સમજાવીનેકૂકડા’ બનાવ્યાની સંખ્યા પણ અહીં જ વધુ નોંધાવા પામી છે. આ પાછળ પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક એલર્ટ રહેવા માટે ટકોર કરવામાં આવી રહી છે.
