જુગારીઓને છોડાવવા થોરાળા પોલીસ સ્ટેશનને બાનમાં લઈ હુમલાનો પ્રયાસ
મહિલા સહિત 25ના ટોળા સામે ગુનો નોંધાયા બાદ 10 ને રાતોરાત પકડી લેવાયા
કુબલીયાપરામાં થોરાળા પોલીસે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા બાદ જુગારીઓને છોડાવવા માટે ટોળાએ પોલીસ સતેશનને બાનમાં લઈ ધમાલ મચાવી હતી મામલો ઉગ્ર બનતા શહેરભરની પોલીસને થોરાળા પોલીસ મથકે દોડાવવામાં આવી હતી. થોરાળા પોલીસ મથકે હુલ્લડ મચાવવા બદલ મહિલા સહિત 25 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં ગણતરીના કલાકોમાં 10 જેટલા શખ્સોને પોલીસ ઝડપી લીધા હતા.
થોરાળા પોલીસ મંગળવારે રાતે કુબલીયાપરા મચ્છી ચોક ખાતે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો રૂ.73,240નો મુદ્દામાલકબજે કરાયો હતો. જુગાર રમતા પકડાયેલ છ શખ્સોને થોરાળા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પોલીસ જુગારના દરોડા અંગે કાર્યવાહી કરી રહી હતી ત્યારે જુગારીઓને છોડાવવા માટે કુબલીયાપરામાંથી મહિલાઓ સહિતનું ટોળું થોરાળા પોલીસ મથકે દોડી ગયું હતું. ટોળાએ થોરાળા પોલીસ મથકમાં આતંક મચાવી પોલીસમથકમાં હાજર સ્ટાફને બેફામ ગાળો આપી જુગારઅને દારૂની રેડ અમારા વિસાતરમાં નહિ કરવા ધમકી આપી હતી. થોરાળા પોલીસ મથકાં પી. આઇ બી.એમ. ઝણકાટ સહિતના સ્ટાફે ટોળાને તમે ખોટી રજૂઆત કરવા આવ્યાછો તેમ કહી સમજાવવાનો પ્રયાસ કર્યો પણ ટોળાએ પોલીસની કોઈ વાત સાંભળ્યા વગર પોલીસ સ્ટેશનને બાનમાં લઈ પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. અંતે આ મામલે પોલીસ કંટ્રોલ અને અધિકારીઓને જાણ કરી રાતે ફરજ ઉપર રહેલ તમામ પોલીસને થોરાળા પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા.થોરાળા પોલીસને બાનમાં લઈ હુમલાનો પ્રયાસ કરનાર ટોળાને કાયદાનું ભાન કરાવી ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા.
આ બનાવમાં થોરાળા પોલીસે મહિલા સહિત 25 થી વધુ સામે ગુનો નોંધી આ ઘટનામાં સંડોવાયેલ ગોપાલ ઉર્ફે મીઠીયો ભીખુભાઇ ગોહેલ,સુમીત રવજીભાઇ ચૌહાણ,વીપુલ ઉર્ફે ભોલીયો કાનાભાઇ બાવાજી,શુભમ મગનભાઇ ગોહેલ ,ધવલ ધીરેનભાઇ પુજારા,અરવીંદ નાથાભાઇ ગોહેલ,વીશાલ ગોરધનભાઇ ચૌહાણ,સુનીલ કીશનભાઇ સોલંકી,વીજય જીતુભાઇ સોલંકી,દીપક કીશોરભાઇ ચૌહાણની ધરપકડ કરી અન્ય ભાગી ગયેલની શોધખોળ શરૂ કરી છે.