મોબાઈલમાં લુડોમાં હારી જતાં બે મિત્રો ઉપર હુમલો
લક્ષ્મીનગર મેઇન રોડ પર ચામુંડા માતાજીના મંદિર નજીક રહેતાં રિક્ષાચાલક રોહિત પરેશભાઇ કતીરા (ઉ.વ.૨૩) અને તેનો મિત્ર ગોકુલધામ પાસે ડાલીબાઇ છાત્રાલય નજીક ક્વાટરૃ બી-૧૪માં રહેતો યશ રસિકભાઇ બકરાણીયા (ઉ.વ.૨૩) રાતે નવનલનગર-૯/૧૮ના ખુણે હતાં ત્યારે ગૌતમમ અને રાહુલ સબાડે છરી, ધોકાથી હુમલો કર્યો હતો. રોહિતે ફરિયાદમાં જણાવ્યું કે પોતે રાતે એકાદ વાગ્યે નવલનગર-૯/૧૮ના ખુણે વાછડાદાદાના મંદિર પાસે પોતાના મિત્ર યશને સાથે લઇ મોબાઇલ ફોનમાં લુડો ગેમ રમવા ગયો ત્યારે સામેવાળા ગૌતમ અને રાહુલ ગેમ હારી જતાં બોલાચાલી કરી બંનેએ ગાળાગાળી કરી હતી. બાદમાં ગૌતમે છરીથી હુમલો કર્યો હતો તે વખતે યશ વચ્ચે પડતાં તેને પણ સાથળમાં ઘા ઝીંકી દેવાયો હતો. જ્યારે રાહુલે ધોકાથી હુમલો કરી બંને મિત્રોને ફટકાર્યા હતાં. માલવીયાનગર પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.