ઘાંચીવાડના રિક્ષા ચાલક ઉપર વ્યાજની ઉઘરાણી બાબતે હુમલો
ત્રણ ભાઈઓ સામે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
જીલ્લા ગાર્ડન પાસે નવી ઘાંચીવાડ શેરી નં. ૬માં રહેતા શૌકતભાઇ હુસેનભાઇ કરગથરા (ઉ.વ.૩૭)એ ધંધા માટે વ્યાજે લીધેલા પૈસાની ત્રણ શખ્સોએ વ્યાજ સહીત ૧૩.૪૦ લાખની ઉઘરાણી કરી માર મારતા દુધસાગર રોડ પર રહેતા અબીદ ગુલામ હુશેનભાઇ ચાવડા, લાખાજીરાજ ઉદ્યોગનગર સોસાયટીમાં રહેતા મુસતાક ઉર્ફેમુસો ગુલામ હુશેનભાઇ ચાવડા અને ઇરફાન ગુલામ હુસેનભાઇ ચાવડા સામે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
શૌકતભાઇ પોતે રીક્ષા ચલાવે છે.આશરે પાંચેક વર્ષ પહેલા આબીદ પાસેથી પોતે રીક્ષાનો ધંધો કરવા માટે કટકે – કટકે અલગ-અલગ તારીખે રૂા. પ લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. બાદ પોતાને વધુ પૈસાની જરૂર પડતા પોતે આબીદના નાનાભાઇ મુસ્તાક પાસેથી રૂા. ૩ લાખ વ્યાજે લીધા હતાં. આ બંનેને પોતે સમયસર વ્યાજ ચૂકવતા હતાં. પોતાને રીક્ષાની લે-વેચના ધંધામાં નુકશાની જતા છેલ્લા છ માસથી આ બન્ને ભાઇઓને વ્યાજ આપવાનું બંધ કરી દીધુ હતું. તે ચૂનારાવાડ ચોકમાં હતો બંનેએ પોતાની પાસે મૂળ મૂડી અને બાકીના વ્યાજ સહિત કુલ રૂા. ૧૩.૪૦ લાખની ઉઘરાણી કરી ગાળો આપી માર માર્યો હતો.
