શાપરમાં 11 વર્ષની તરૂણીને હવસનો શિકાર બનાવનાર નારાધમની ધરપકડ
21 વર્ષીય પાડોશી શખ્સે પ્રેમ જાળમાં ફસાવી પોતાના ઘરે મળવા બોલાવી અવાર નવાર ગુજાર્યુ દુષ્કર્મ
રાજકોટ પંથકમાં 24 કલાકમાં દુષ્કર્મની બે ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં ગઇકાલે વિરાટ નગરમાં 15 વર્ષની કિશોરી પર એક સંતાનના પિતાએ છ માસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં ભક્તિનગર પોલીસ તેની અટકાયત કરી હતી. જ્યારે શાપરમાં રહેતી 11 વર્ષની તરૂણીને પાડોશમાં રહેતા 21 વર્ષીય શખ્સે પ્રેમજાળમાં ફસાવી તેને પોતાના ઘરે મળવા બોલાવી અવાર નવાર હવસનો શિકાર બનાવતા પોલીસ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે.
વિગતો મુજબ શાપર પોલીસમાં તરુણીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પાડોશમાં રહેતા રોહિત મનીષભાઈ વાઘેલા (ઉ.વ.21)એ તેની 11 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી તેની સામે આઇપીસી 376, અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસ આરોપીને ઉઠાવી લઈ પૂછપરછ કરતા જાણવા મળેલ કે, 2 માસ પહેલા આરોપીની નજર બાળકી પર બગાડી હતી. બાળકીને લલચાવી મોબાઈલમાં વાતચીત કરતો હતો. 20 દિવસ પહેલા મળવાના બહાને ઘરે મળવા બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે પછી અવાર નવાર દુષ્કર્મ કરી આરોપીએ હવસ સંતોષી હતી. હાલ શાપર પોલીસ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.