રાજકોટ જિલ્લામાં નવા પાંચ પોલીસ સ્ટેશન શરૂ કરવા મંજૂરી
રાજકોટ ગ્રામ્યના નવા પાંચ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે ગુહ વિભાદ દ્વારા મંજૂરી અપાઈ છે જેમાં ગોંડલ સિટી પોલીસના બે ભાગ એ ડિવિઝન અને બી ડિવિઝન થશે. જ્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથક, ધોરાજી તાલુકા પોલીસ મથક અને સુલતાનપુર પોલીસ સ્ટેશન સાથે મેટોડામાં નવું પોલીસ મથક સ્થપાશે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા નવા પાંચ પોલીસ મથકની મંજૂરી આપવા ગૃહ વિભાગમાં દરખાસ્ત કરાઈ હતી. ગોંડલમાં વસ્તી સંખ્યા અને ક્રાઇમના રેટને જોતા વધુ એક પોલીસ મથકની જરૂર જણાતા ગોંડલ સિટી પોલીસ મથકના બે ભાગ પાડી ગોંડલ એ ડિવિઝન પોલીસ અને ગોંડલ બી ડિવિઝન પોલીસ થશે. આ સિવાય જેતપુર અને લોધિકાના મેટોડામાં ઔધોગિક વસ્તીને ધ્યાને લઈ સુરક્ષાની દ્રષ્ટિએ નવા પોલીસ મથક જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને મેટોડા પોલીસ એમ બે પોલીસ મથક બનશે.આ માટે ગૃહવિભાગ સ્ટાફ ફાળવશે.