Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જ નહીં આખા ગુજરાતની આતૂરતાનો અંત…હવેથી એઈમ્સ આપણી’

Sun, February 25 2024

૨૫૦ બેડની IPDનું મોદીના હસ્તે લોકાર્પણ: વડાપ્રધાને ઈમરજન્સી વિભાગ, ઓપરેશન થિયેટર સહિતનું કર્યું નિરીક્ષણ

મોદીએ એઈમ્સ નિર્માણની કામગીરીના કર્યા ભરપેટ વખાણ પેટા: માર્ચ મહિનાથી દર્દીઓ દાખલ થઈ શકશે: ચાલું વર્ષે વધુ બે બિલ્ડિંગ તૈયાર કરી લેવાનો લક્ષ્યાંક

રાજકોટ જ નહીં બલ્કે આખું ગુજરાત જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યું હતું તે રાજ્યની સૌપ્રથમ એઈમ્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થઈ ચૂક્યું છે. એકંદરેઆજથી એઈમ્સ આપણી’નું વાક્ય ચરિતાર્થ થઈ ચૂક્યું છે. ત્રણ વર્ષ જ્યાં ઓપીડી (આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) કાર્યરત હતી તે એઈમ્સ-રાજકોટમાં હવે આઈપીડી (ઈનડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે.

વડાપ્રધાન મોદીના હસ્તે એઈમ્સ-રાજકોટમાં ૨૫૦ બેડની આઈપીડીનું લોકાર્પણ કર્યું હતું જ્યાં માર્ચ મહિનાથી દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરવામાં આવશે. એઈમ્સ-રાજકોટનું લોકાર્પણ કર્યા બાદ મોદીએ ઈમરજન્સી વિભાગ, ઓપરેશન થિયેટર સહિતના વિભાગોનું બારિકાઈથી નિરીક્ષણ કર્યા બાદ ઝડપથી કામગીરી કરવા બદલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. બીજી બાજુ ચાલું વર્ષે વધુ બે બિલ્ડિંગ તૈયાર કરવાનો લક્ષ્યાંક પણ સેવાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.


વડાપ્રધાન દ્વારકાથી સીધા રાજકોટ એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે ઓપીડી સહિતના વિવિધ વિભાગો તેમજ સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે આઈપીડી બિલ્ડિંગમાં એઈમ્સની તક્તી અનાવરણ કર્યા બાદ રિબીન કાપીને ગુજરાતની પ્રથમ એઈમ્સ લોકોને સમર્પિત કરી હતી.


આ ઉપરાંત તેમણે એઈમ્સના ભવિષ્યના વિકાસની બ્લુપ્રિન્ટ એવા મોડેલનું અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની તેમજ ભારતની પ્રાચીન ચિકિત્સા પરંપરાથી લઈને જીનેટિક ટેક્નોલોજી સુધીની સફરની ઝાંખી કરાવતી ટેપેસ્ટ્રીનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેમની સાથે એઈમ્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.સી.ડી.એસ.કટોચ સાથે રહ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, નવસારીના સાંસદ-પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્ય સચિવ રાજકુમાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ અપૂર્વા ચંદ્રા, રાજકોટ એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મલ્ટી સ્પેશ્યાલિટી બાદ ટૂંક સમયમાં જ સુપર સ્પેશ્યાલિટી સુવિધા મળશે
૨૦૧ એકર જગ્યામાં ૧૧૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલી એઈમ્સમાં લોકોને મલ્ટી સ્પેશ્યાલિટી સારવાર મળી રહી છે અને ટૂંક સમયમાં જ સુપર સ્પેશ્યાલિટી સુવિધા મળવા લાગશે. અહીં ૨૦ મેજર તેમજ ૩ માઈનર મળી ૨૩ અદ્યતન ઓપરેશન થિયેટર બનાવાશે.

એઈમ્સમાં કયા ટેસ્ટ કેટલા રૂપિયામાં થશે

  • ટેસ્ટ એઈમ્સનો દર ખાનગી લેબનો દર
  • સીબીસી ૨૫ ૨૦૦
  • બાયોપ્સી ૩૭૪ ૧૨૦૦
  • લિપિડ પ્રોફાઈલ ૨૭૫ ૬૦૦
  • લીવર ફંક્શન ટેસ્ટ ૨૨૫ ૭૦૦
  • કીડની ફંક્શન ૨૨૫ ૬૦૦

ડેંગ્યુ સહિતના ટેસ્ટ ૨૫ રૂપિયામાં થશે
ટેસ્ટ દર
સીરમ ૭૫
ડેંગ્યુ ૨૫
ચિકનગુનિયા ૨૫
મેલેરિયા ૫૦
ટાઈફોઈડ ૮૦
સ્ટુલ રૂટિન ૩૫
એક્સ-રે છાતી ૭૦
ખભ્ભો ૧૫૦
ગોઠણ-પગ-કોણી ૧૫૦
કરોડરજ્જુ-હથેળી-આંગળી ૧૫૦
શરીરના બહારના અંગ ૧૫૦

Share Article

Other Articles

Previous

વડાપ્રધાનના માર્ગદર્શન, નીતિ અને સહકારથી આજે રાજકોટ સહિત ગુજરાતમાં સર્વત્ર વિકાસ થઈ રહ્યો છે: ભૂપેન્દ્ર પટેલ

Next

અમારી સરકારની પ્રાથમિકતા નાગરિકોને બિમારીથી બચાવવા અને બિમારી સામે લડવાની ક્ષમતા પ્રદાન કરવાની છે: PM મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટથી નવી મુંબઈ એરપોર્ટની ઈન્ડીગોની રોજીંદી બે ફ્લાઈટ શરુ: હવે મુંબઈ માટે રોજની 7 ફ્લાઈટ ઉપલબ્ધ
5 મિનિટutes પહેલા
કરારા જવાબ…વધુ એક ગેંગ સામે ગુજસીટોક: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 89 ગુના આચરનાર ઇભલા ગેંગના ગળામાં નાખ્યો મજબૂત ગાળિયો
19 મિનિટutes પહેલા
લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ: ISIના ઈશારે બનાવ્યું’તું મોડ્યુલ,તિહારમાં 11 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આરોપી
30 મિનિટutes પહેલા
ઈરાન ઉપર જમીની હુમલાની તૈયારી? યુએસનો 20 વર્ષનો સૌથી મોટો સૈન્ય જમાવડો, 3500 મરીન જવાનો તૈનાત કરાયા
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3030 Posts

Related Posts

નરેન્દ્ર મોદીની વય વંદના : ૭૦+નાં તમામને સારવાર તદન ફ્રીમાં મળશે
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
આધારકાર્ડના સુધારા-વધારામાં ધડાધડ રિજેક્ટ કરાતી અરજીઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
સાધુ વાસવાણી રોડ ઉપર ઇલાબેન મનસુખભાઈ સોલંકી નામની મહિલાની હત્યા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર