ઈલેક્ટ્રિશિયનને મોટર રીપેરીંગ માટે બોલાવ્યો, મોડું થતા બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારમાર્યો
રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ નજીક આવેલી ઓફિસમાં ઇલેક્ટ્રીક મોટર રીપેર કરવા માટે બોલાવેલ યુવકને આવવામાં મોડું થતા અહીં કામ કરતા બે શખસોએ તેને મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં યુનિવર્સિટી પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
વિગતો અનુસાર, રૈયા ગામ જુના વણકરવાસમાં શેરી નં ૧૦ માં રહેતા ફરિયાદી ભાવેશ ભરતભાઈ રાઠોડે પોલીસમાં આરોપી તરીકે મોઇન ચૌહાણ, આસિફ બેલીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવાયું હતું કે, પોતે ઈલેક્ટ્રીકનું મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના ગામમાં રહેતો મોઇન ચૌહાણની સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરીની ઉપર આવેલ ઓફિસમાં અગાઉ ઇલેક્ટ્રિક કામ કર્યું હોય જેથી ફરી ત્યાં પાણીની મોટરમાં ખામી સર્જાઈ હોય જેથી આરોપી મોઈને યુવકને રીપેરીંગ માટે બોલાવ્યો હતો. યુવક અન્ય સ્થળ પર કામ કરતો હોય જેથી ફોનમાં તેણે બે કલાક જેટલો સમય થશે તેવુ મોઇનને જણાવ્યું હતું. ફરિયાદી યુવક સાધુવાસવાણી રોડ પરની ઓફિસે પહોંચતા જ બે શખસો તેની સામે આવેલ અને હવે આપણે કામ નથી કરવું તું સાઇડમાં આવ તેમ કહી રોડની સામેની બાજુએ લઈ ગયા હતા.
જે બાદ અચાનક ઉશ્કેરાયેલ આરોપી મોઇને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો અને તેની સાથે રહેલા આસિફે પણ યુવકને ઢીકાપાટુંનો માર માર્યું હતો. તેમજ મોઇને હાથમાં રહેલી કાતર ભાવેશને ઊંધી વાસાના ભાગે તેમજ અણી વાળી સાઈડથી ગાળ ઉપર ઘા કર્યો હતો. યુવકને લોહી નીકળતા બંનેએ ત્યાંથી નાશી છૂટયા હતો.બનાવ અંગે પોલીસે એટ્રોસીટી મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
રીક્ષા સાઈડમાં લેવાનું કહેતા કારખાનદાર પિતા-પુત્ર પર હુમલો
શહેરના સાધુવાસવાણી રોડ ઉપર આવેલ કોપર સ્ટોન બિલ્ડિંગમાં રહેતા અને ગોંડલમાં કારખાનું ધરાવતા નિલેશ નરોતમભાઈ ભાણવડિયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષા ચાલક વિરોધ ફરિયાદ નોંધાવ્યા મુજબ, શુક્રવારે સવારના દશક વાગે તે અને તેમનો પુત્ર કિશન બંને પોતાની કાર લઈને વાંકાનેર જતા હતા ત્યારે ઘરથી થોડીક દૂર આવેલ પાનની દુકાને પોતે ફાકી લેવા ગયા હોય ત્યારે તેમની કારની આગળ એક રીક્ષા પડી હોય જેથી ચાલકને થોડીક સાઇડમાં લેવાનું કહેતાં જ ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે નિલેશભાઈને ગાળોભાંડવા લાગ્યો હતો. જે બાદ એક અજાણ્યા શખસે નિલેશભાઈનો કાઢલો પકડી ફડાકા ઝીંકી દીધા હતા. પુત્ર કિશન પિતાને બચાવવા જતા આરોપીઓએ બેઝબોલના ધોકા વડે હુમલો કરી બંને પિતા- પુત્રને ગંભીર ઇજોઆ પહોંચાડી હતી. બનાવા અંગે યુનિવર્સિટી પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.