રાજકોટમાં રોગચાળો વકર્યો : ટાઇફોઈડની બિમારીથી 11 વર્ષીય બાળકીનું મોત
રાજકોટમાં ધોધમાર વરસાદ પડયા બાદ રોગચાળો વધુ વકરી રહ્યો છે. જેમાં ગત સપ્તાહે પણ વિવિધ રોગના મળી 1798 કેસ નોંધાયા હતા.અને તેમાં ટાઇફોઈડના પાંચ કેસો સામે આવ્યા હતા.ત્યારે ગોકુલધામમાં રહેતી 11 વર્ષીય બાળકીને ચાર દિવસ તાવ આવ્યા બાદ તેનો ટાઇફોઈડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.અને તેનું ગઇકાલે સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.
વિગત મુજબ શહેરમાં કેટલાક સપ્તાહથી રોગચાળાએ માથું ઉચક્યું છે. ડેન્ગ્યુ,મલેરિયા અને ટાઇફોઈડના એક પછી એક કેસ આરોગ્ય તંત્રના ચોપડે નોંધાઈ રહ્યા છે.ત્યારે શહેરમાં ગોકુલધામ શેરી નંબર-10માં વિજય હોટેલ પાસે રહેતા કમલેશભાઈ ગૌતમની 11 વર્ષની પુત્ર આનંદીને તાવ આવતો હોવાથી તેઓએ નજીકના ક્લિનિકમાંથી દવા લીધી હતી.પંરતુ તેની તબિયતમાં સુધારો ન થતાં ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.અહી તેનીનો ટાઇફોઈડનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જે પોઝિટિવ આવ્યો હતો. અને ચાર દિવસની સારવાર બાદ તેનું મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
