હાર્ટએટેકના બનાવમાં ચિંતાજનક વધારો !! રાજકોટમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત
હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત થતાં અરેરાટી વ્યાપી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીનગર શેરી નં-3 માં રહેતાં દિપેશભાઈ વ્રજલાલભાઈ જોટાણીયા (ઉ.વ.42) તેઓની રાત્રિના તબિયત લથડતાં દવા લેવા જતાં હોય ત્યારે માયાણી ચોક પાસે પહોંચતા બાઇકમાં જ ઢળી પડતાં તાકિદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓ સબમર્સીબલ પંપ ટ્રેડિંગ દુકાન ચલાવતા હતા. અને સંતાનમાં બે પુત્રી હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું.
બીજા બનાવની વિગત મુજબ મવડીમાં વિશ્વનગરમાં રહેતાં રાજેશભાઈ બાબુભાઈ લાઠિયા (ઉ.વ.55) નામનાં પ્રૌઢ ગઇકાલ સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં તાકિદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ દમ તોડી દિધો હતો. તેઓને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.