રાજકોટ એરપોર્ટ પર એરફોર્સના પ્લેનનું લેન્ડિંગ: દોઢ કલાક સુધી રિહર્સલ કરી દિલ્હી પરત
પી.એમ. મોદી જે વિમાનનો ઉપયોગ કરે છે એ વાયુસેનાના વિમાનના આગમનથી વડાપ્રધાન મોદીના હસ્તે નવા ટર્મિનલનું લોકાપર્ણ થશે..?અનેક અટકળો:ખાસ સાંજના સમયે ફલાય કરી પાયલોટએ કરી સમીક્ષા
રાજકોટ હીરાસર એરપોર્ટ પર મંગળવારે સાંજે એરપોર્ટના વિમાને દોઢ કલાક સુધી રિહર્સલ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.વધુમાં મળતી વિગતો મુજબ એરફોર્સનું આ પ્લેન એટલે વડાપ્રધાન મોદી પ્રવાસ દરમિયાન જે વાયુસેનાના વિમાનનો ઉપયોગ કરે એ વિમાનએ હીરાસર એરપોર્ટ પર સાંજના સમયે લેન્ડ થયું હતું અને અહીં આજુબાજુના વિસ્તારોમાં ફલાય કર્યા બાદ દિલ્હી પરત ફરી ગયું હતું.
પી.એમ.મોદીના પ્લેનના આગમનને પગલે એરપોર્ટમાં આવી ચર્ચા ચાલી છે કે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન મોદી આવશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે.જો કે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોવાનું એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવે છે.
સૂત્રો જણાવે છે કે,વાયુસેનાના આ પાયલોટએ ઓથોરિટી અને એર ટ્રાફિક કન્ટ્રોલને જાણ કરી દિવસ દરમિયાન નહિ પણ સાંજે રિહર્સલ માટે જાણ કરી હતી,આથી જેના માટે ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી.આ બોઇંગના કેપ્ટનએ રાજકોટ તેમજ આજુબાજુમાં ફલાય કરી સમીક્ષા કરી હતી.
દોઢ વર્ષ પહેલાં જ્યારે રાજકોટ હીરાસર એરપોર્ટનું 26 જુલાઈએ જ્યારે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું,મોદીના રાજકોટમાં આગમન પહેલા એરફોર્સના આ વિમાનએ રાજકોટમાં ઉડાન ભરીને રિહર્સલ કર્યું હતું.એ જ બોઇંગ મંગળવારે હીરાસરમાં ઉતર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
એ વાત પણ સ્પષ્ટ છે કે હજુ સુધી નવા ટર્મિનલના લોકાપર્ણની કોઈ તારીખ આવી નથી,નવુ બિલ્ડીંગ બનીને તૈયાર થઈ ગયું છે,જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવે તેવી ઈચ્છા ઓથીરિટીએ દર્શાવી છે અને આ બાબતે પી.એમ.ઓ.માં રજુઆત કરી પી.એમ.મોદીનો લોકાપર્ણ માટે સમય માગવામાં આવ્યો છે.