અપેક્ષા વગર માત્ર સમાજ સેવા કરવાનો ધ્યેય : રાજદીપસિંહ જાડેજા
રાજકોટ શહેર ઉપ પ્રમુખ તરીકે આપી રહ્યા છે સેવા: પાર્ટીની વિચારધારા સાથે અનેક યુવાઓને
જોડી પક્ષને કર્યો છે મજબૂત: રાજકીય ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ જાણીતા છે રાજદીપસિંહ
રાજકોટના નાના એવા ગામ વાવડીમાં જન્મેલા રાજદીપસિહ જાડેજા (રાજાભાઈ વાવડી) અનેક સંઘર્ષો કરી આજે રાજકોટ ઉપરાંત ગુજરાતમાં પણ રાજકીય, સામાજિક અને બિઝનેસમેન તરીકે જાણીતા બન્યા છે. તેઓ ગત વર્ષે રાજકોટ શહેર ભાજપના ઉપ પ્રમુખ બન્યા ત્યારથી જ તેમણે પાર્ટીની વિચારધારા ધારા સાથે અનેક યુવાનોને જોડી પાર્ટીને મજબૂત બનાવી છે. આ ઉપરાંત તેઓ અનેક સેવાકીય પ્રવૃતિ સાથે પણ જોડાયેલા છે.
કોઠારીયા સ્ટેટના ભાયાતીનું વાવડી ગામના રાજદીપસિહ જાડેજા રાજાભાઈ વાવડીના હુલામણા નામથી જાણીતા છે. તેઓ રાજકોટ શહેર ભાજપના ઉપ પ્રમુખ સાથોસાથ સામાજીક ક્ષેત્રે નામના ધરાવે છે તો વળી ધાર્મિક ક્ષેત્રે પણ પોતાની સેવા આપી રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યની પણ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. નાની વયથી જ સમાજ સેવાને પોતાનો જીવનમંત્ર બનાવનાર રાજદીપસિહ સંયુક્ત પરિવારમાં રહે છે. સમાજ સેવામાં કઈ રીતે આવવાનું થયું? તે અંગેના જવાબમાં એમણે `વોઇસ ઓફ ડે’ની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, મારો પરિવાર પહેલેથી જ સત્કાર્યો અને સમાજ સેવા જોડાયેલો છે. મારા બાપુજી સરપંચ હતા. હું પણ યુવાવયથી જ સમાજ સેવા સાથે જોડાયો હતો. એક સમયે ધો.૧૦ પાસ કર્યા બાદ મે મારા પગ પર ઉભા થવા ટ્રાન્સપોર્ટ અને કેબલનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધીમે ધીમે અન્ય વ્યવસાય સાથે પણ જોડવાનું શરૂ કર્યું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત વર્ષે રાજદીપસિહને શહેર ભાજપ ઉપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી જ તેઓ પક્ષને મજબૂત કરવા માટે લાગી ગયા હતા. યુવાઓને પાર્ટીની વિચારધારા સાથે જોડી પક્ષને મજબૂત કરવાનું કામ કર્યું છે. ઉપરાંત વર્ષ દરમિયાન ભાજપ દ્વારા યોજાતા દરેક કાર્યક્રમમાં પણ સતત હાજરી આપી છે અને પોતાની ફરજ નિભાવી છે. તાજેતરમાં જ લોકસભાની ચુંટણીમાં પણ સંગઠન સાથે રહીને કામ કર્યું હતું. મહત્વનું છે કે, રાજદીપસિહ જ્યારે પક્ષ સાથે જોડાયેલા ન હતા તે સમયે પણ વિધાનસભાની ચુંટણીમાં તેઓએ પક્ષ સાથે રહી અનેક મહત્વની કામગીરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
હાલમાં રાજદીપસિહ ભાજપ શહેર ઉપ પ્રમુખ હોવાની સાથે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનમાં કારોબારી સભ્ય છે જ્યારે ગીર સોમનાથ ફૂટબોલ એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજકોટમાં એમના માસ્ટર એફસી નામથી ૫ કોચિગ ક્લાસ પણ છે. જ્યાં તમામ વર્ગના બાળકો કોચિગ લઈ રહ્યા છે. ફૂટબોલ એસોસિએશન સાથે જોડાયા બાદ એમણે ફૂટબોલમાં સુપરલીગ, બેબીલીગ, વુમનલીગની શરૂઆત કરાવી. જેથી ફૂટબોલના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને આગળ વધે. આ ઉપરાંત તેઓ દ્વારકા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકેની પણ જવાબદારી સાંભળી રહ્યા છે. અનેક ક્રિકેટરો અન્ડર ૧૬, ૧૯ સહિત રણજીટ્રોફી સુધી પહોંચ્યા છે અને ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. આજના યુવાનો મોબાઇલના વણગણ અને વ્યસનથી દૂર રહી હેલ્થી બને તે મારો ઉદ્દેશ્ય છે.
મહત્વનું છે કે રાજકીય ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં રાજદીપસિહ હંમેશા અગ્રેસર રહે છે. તેઓ છેલ્લા બે વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવતી રથયાત્રામાં પ્રમુખ તરીકેની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. તો વળી રાજકોટ તાલુકા ક્ષત્રીય યુવા સમાજના પ્રમુખ પણ છે. વર્ષ ૧૯૯૭થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર રાજદીપસિહ ખૂબ જ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. તેમનું કહેવું છે કે પરિવાર અને મિત્રોના સપોર્ટથી જ આજે તેઓ અહી સુધી પહોંચ્યા છે. પોતાના ધ્યેય વિશે એમણે કહ્યું હતું કે, કોઈપણ અપેક્ષા વગર માત્રને માત્ર સમાજ સેવા કરવાની જ ઈચ્છા છે. જે હું કાયમી રીતે કરતો કરીશ.
યુવાનોમાં રાષ્ટ્રભાવના હોવી જરૂરી: રાજદીપસિંહ
આજના કેટલાક યુવાનો મોબાઈલ અને વ્યસનમાં રચ્યા પચ્યા રહે છે તેવા યુવાનો વિશે શું કહેશો? તેવા પ્રશ્નના જવાબમાં રાજદીપસિહે કહ્યું હતું કે, સારું અને સાચું આચરણ કરે તે જરૂરી છે. આજે ઈન્ટરનેટ આવતા દુનિયા મોબાઇલમાં સમાઈ ગઈ છે ત્યારે યુવાનોએ સારું શીખવું જોઈએ. વ્યસનથી તો દૂર જ રહેવું જોઈએ. ઉપરાંત યુવાઓમાં સમાજ ભાવના અને રાષ્ટ્રભાવના હોવી ખૂબ જરૂરી છે. હું યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગે તે માટે હંમેશા કામ કરતો રહીશ.
રાજાભાઇની સેવાનો સિનેમા સ્કોપ
ઉપ પ્રમુખ: રાજકોટ શહેર ભાજપ
સંગઠન મંત્રી: ચંદ્રસિહજી (ભાડવા) સ્ટડી સર્કલ
પ્રમુખ: રાજકોટ તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સમાજ
પ્રમુખ: જન્માષ્ટમી મહોત્સવ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ
પૂર્વ ઉપપ્રમુખ: શ્રી રાજપૂત કરણી સેના,
રાજકોટ જિલ્લો
પૂર્વ પ્રભારી: વીરપુર રાજપૂત ક્ષત્રિય યુવક મંડળ
સભ્ય: રાજપૂતાના સ્પોર્ટ કલબ ગુજરાત
સભ્ય: આર.વાય.એન.એલ. અપના બેંક, શ્રી શુભલક્ષ્મી ક્રેડીટ કો-ઓપ. સોસા.લી. રાજકોટ/ભાવનગર/જામનગર, મવડી જૂથ સેવા સહકારી મંડળી
પ્રેસીડેન્ટ: દેવ ભુમી દ્વારકા જીલ્લા ક્રિકેટ એસોસિએશન
એક્ઝિક્યુટીવ મેમ્બર: ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન
વાઈસ પ્રેસીડેન્ટ: ગીર સોમનાથ ફુટબોલ એસોસિએશન
સભ્ય: ગુજરાત ફુટબોલ ગ્રાસરૂટ કમિટી
ચેરમેન: માસ્ટર એફ્સી ફુટબોલ ક્લબ-રાજકોટ
શુભમ એન્ટરપ્રાઈઝ: રાજકોટ, શુભમ ક્નટ્રકશન – રાજકોટ/ભાવનગર/સુરેન્દ્રનગર, શુભમ સુપર માર્કેટ: સુરેન્દ્રનગર, શુભમ લેન્ડ ડેવલોપર્સ એન્ડ બિલ્ડર્સ- ગુજરાત, શીવાના ફુડ પ્રા. લિ. -રાવકી, રાજકોટ, જાપરા ફુડ પ્રા. લિ. – અમદાવાદ, ક્રુહે એકઝીમ પ્રા.લિ. – અમદાવાદ-ઓસ્ટે્રલીયા-આફ્રિકા
મોહનેશ્વર વર્લ્ડ વિઝન- રાજકોટ, કલ્પવૃક્ષ બિલ્ડર્સ- ભાવનગર, બ્લેક પાયથોન પ્રા.લિ.- રાજકોટ/મુંબઈ, શિવશક્તિ ઈન્ફ્રા પ્રા.લિ. -ભાવનગર, એમઝોન વેર હાઉસ રાજકોટ/મુંબઈ, એન.જી.સેફ ઈન્ટરનેશનલ પ્રા. લિ.-મેટોડા, શ્રી મોહનેશ્વર ગૃપ – વાવડી, રાજકોટ, શ્રી કુમકુમ ગૃપ- રાજકોટ, શ્રી આર.ડી.ગૃપ- રાજકોટ, શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ગ્રુપ, શ્રી બાઘેસ્વર સેવા સમિતિ ગ્રુપ તથા ગુજરાત ની અનેક સામાજીક, સહકારી, ધાર્મિક, રમતગમત સહીત અનેક સેવાકીય સંસ્થાઓ તથા અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા છે.