રાજકોટમાં અસહ્ય ગરમી બાદ છૂટો છવાયો વરસાદ વરસ્યો
અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝપતા વરસ્યા : પ્રથમ બે નોરતામાં હળવા વરસાદની આગાહી ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી
હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન હળવા વરસાના સંકેતો આપ્યા હતા ત્યારે રાજકોટ, અમરેલીમાં બપોરે હળવા વારસાદ શરૂ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે નવરાત્રિના રંગ પડી શકે છે ત્યારે પહેલા બે નોરતામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં છેલ્લા ત્રણેક દિવસથી લોકો અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવી રહ્યા હતા. ત્યારે શુક્રવારે બપોરે 4:15 વાગ્યા આસપાસ વરસાદનું આગમન થયું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. તો બીજી બાજુ નવરાત્રી શરૂ થવા જઈ રહી હોય ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાણી લાગણી ફેલાઈ હતી.
રાજકોટ ઉપરાંત અમરેલી પંથકમાં પણ વરસાદનું આગમન થયું હતું. અમરેલી જિલ્લાના દામનગર ઉપરાંત મોટા આંકડીયા, નાના આંકડીયા, મોટા માચિયાળા, નાના માચિયાળા, ચીતળ સહિતના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝપતું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
એકબાજુ આગામી આવતીકાલથી નવરાત્રી પર્વની શરૂઆયાત થવા જવાઈ રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તા.15 અને 16મીએ હળવા વરસાદની આગાહી કરતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે.