ભારે મથામણ બાદ અંતે શહેરના ૧૭ વોર્ડના પ્રમુખ જાહેર
ભાજપમાં કોઈ હોદ્દેદાર નક્કી કરવાના હોય એટલે તેના માટે મથામણ કર્યા વગર ક્યારેય નામ પસંદ થઈ શક્યું નથી પછી તે વોર્ડ પ્રમુખથી લઈ મુખ્યમંત્રીની પસંદગી કેમ ન હોય ! આવું જ કંઈક શહેરના ૧૮ વોર્ડ માટેના પ્રમુખ માટેની પસંદગીમાં જોવા મળ્યું હતું. ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું હોય તે અંતર્ગત દરેક શહેર-જિલ્લાના પ્રમુખની પસંદગી કરવામાં આવનાર હતી. રાજકોટ ઉપર ભાજપની મજબૂત પકડ હોય એટલા માટે દરેક પાસાં ચકાસ્યા બાદ જ પ્રમુખની પસંદગી કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હોવાને કારણે આ પ્રક્રિયામાં ઘણો સમય વીતી ગયો હતો.

આ બધાની વચ્ચે સોમવારે રાત્રે ૯ વાગ્યા આસપાસ તમામ પ્રમુખના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી પરંતુ થોડી જ વારમાં આ યાદી પરત લઈ લેવાઈ હતી અને બે કલાક બાદ ફરી નવી યાદી જાહેર કરવામાં આવતાં અનેક ચર્ચાએ જોર પણ પકડી લીધું હતું. રાજકોટમાં ૧૮ વોર્ડ છે તેમાંથી ૧૭ વોર્ડના પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ પ્રમાણે જયરાજસિંહ ગજુભા જાડેજા (વોર્ડ નં.૧), ભાવેશ મેરામભાઈ ટોયટા (વોર્ડ નં.૨), રણદીર ઉકરડાભાઈ સોનારા (વોર્ડ નં.૩), કાનજી માનસીંગભાઈ દઢેચા (વોર્ડ નં.૪), પરેશ ખોડાભાઈ લીંબાસીયા (વોર્ડ નં.૫), અંકિત બાબુભાઈ દૂધાત્રા (વોર્ડ નં.૬), વિશાલ પ્રબોધચંદ્ર માંડલિયા (વોર્ડ નં.૭), દેવકરણ ગંગાદાસ જોગરાણા (વોર્ડ નં.૮), હિરેન મનસુખલાલ સાપરિયા (વોર્ડ નં.૯), જયેશ મનસુખભાઈ ચોવટિયા (વોર્ડ નં.૧૦), હિરેન ભીખુભાઈ મુંગપરા (વોર્ડ નં.૧૧), જયેશ જગદીશભાઈ પંડ્યા (વોર્ડ નં.૧૨), સંદીપ વ્રજલાલ અંબાસણા (વોર્ડ નં.૧૩), પવન દિનેશભાઈ સુતરીયા (વોર્ડ નં.૧૪), મયુર પાંચાભાઈ વજકાણી (વોર્ડ નં.૧૫), ખોડાભાઈ (હસુભાઈ) ગોકળભાઈ કાચા (વોર્ડ નં.૧૬), અનિલ જસમતભાઈ દોંગા (વોર્ડ નં.૧૮)નો સમાવેશ થાય છે. જ્યારે વોર્ડ નં.૧૭ના પ્રમુખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી ન્હોતી. પસંદગી પામેલા તમામ વોર્ડ પ્રમુખનું શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, મહામંત્રી અશ્વિન મોલિયા, વીરેન્દ્રસિંહ ઝાલા, માધવ દવે સહિતની ઉપસ્થિતિમાં મીઠા મોઠા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.