Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેલિફોર્નિયાની નિર્દોષ લાગતી ખિસકોલીઓ માંસાહારી બની !! જાણો ખિસકોલી શા માટે શિકાર કરે છે ??

Tue, December 24 2024

        ખિસકોલીઓ એટલે સુંદર જીવ. અખરોટ ભેગી કરે એવી રમતિયાળ જીવ જેને જોવી ગમે. પરંતુ કેલિફોર્નિયામાં કંઇક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. આ ખિસકોલી પોલ પ્રજાતિના ઉંદરોનો શિકાર કરે છે અને ખાય છે. પ્રથમ વખત, વૈજ્ઞાનિકોએ ખિસકોલીઓમાં આ માંસાહારી વર્તનનું દસ્તાવેજીકરણ કર્યું છે, જે દર્શાવે છે કે તેઓ “તકવાદી સર્વભક્ષી” છે. આનો અર્થ એ છે કે જ્યારે તક મળે છે ત્યારે તેઓ જીવંત શિકાર સહિત જે પણ ઉપલબ્ધ હોય તે ખાય જાય છે.

               આ સંશોધન કે નિરીક્ષણ કેલિફોર્નિયાના બ્રાયોન્સ રિજનલ પાર્કમાં લાંબા ગાળાના અભ્યાસનો એક ભાગ હતું. દર ઉનાળામાં, સંશોધકો ખિસકોલીની વર્તણૂકનું નિરીક્ષણ કરવા માટે ગ્રાઉન્ડ ખિસકોલીને પકડે છે, ટેગ કરે છે અને ટ્રેક કરે છે. 2024 ના ઉનાળામાં, ટીમે એ આશ્ચર્યજનક દ્રશ્ય જોયું જેમાં ખિસકોલી સક્રિયપણે શિકાર કરી રહી હતી અને ખાતી હતી.

               શરૂઆતમાં વૈજ્ઞાનિકો પણ શંકાસ્પદ હતા. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસના સંશોધક સોન્જા વાઇલ્ડે જ્યારે ખિસકોલીનો વિડિયો જોયો, ત્યારે તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકી નહીં. ખિસકોલીએ ઉંદરનો શિકાર કર્યો હતો અને શીંગ કે અખરોટ ખાતી ખિસકોલીનું મોઢું લોહીથી ભરાયેલું હતું. 18 દિવસમાં આ ટીમે ખિસકોલી અને વોલ્સ ઉંદર વચ્ચે આવા 74 એનકાઉન્ટર રેકોર્ડ કર્યા. જેમાં ખિસકોલી શિકારીની ભૂમિકામાં હતી તે જોવામાં આવ્યું. નર અને માદા ખિસકોલીઓ, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તે બધા આ શિકાર પ્રવૃતિમાં ભાગ લે છે. ક્યારેક એકલા શિકાર કરે તો ક્યારેક બીજાનો શિકાર ઝડપી લેવાની આક્રમકતા પણ બતાવે.   

ખિસકોલી શા માટે શિકાર કરે છે?

અભ્યાસો દર્શાવે છે કે ખિસકોલીઓ ઝડપથી અને સમૃદ્ધ પ્રોટીનનો સ્ત્રોત મેળવવા માટે વોલ ઉંદરનો શિકાર કરે છે. વળી ગ્લોબલ વોર્મિંગને કારણે નટ્સ મળવા મુશ્કેલ થઇ ગયા છે. બદામ ઓછી પાકે છે. માટે ખિસકોલી માંસાહાર તરફ વળી.  પર્યાવરણીય વૈજ્ઞાનિક જ્હોન કોપ્રોવસ્કીના મતે, શિકાર એ ખિસકોલીઓ માટે વિપુલ પ્રમાણમાં ખોરાકના સ્ત્રોતનો લાભ લેવાનો એક માર્ગ છે, ખાસ કરીને વસ્તી ખુબ વધી રહી હોય અને ઝાડપાન ઓછા હોય ત્યારે.

જુલાઈ 2024 માં, સંશોધકોએ ખિસકોલીની વસ્તીમાં અસામાન્ય વધારો જોયો. આ વસ્તી વિસ્ફોટે શિકારની પ્રવૃતિને પ્રોત્સાહન આપ્યું. વસ્તી વિસ્ફોટનું કારણ અસ્પષ્ટ હોવા છતાં, તે ખિસકોલીઓને કંઈક નવું પણ હિંસક પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરવાની સરળ તક પૂરી પાડે છે એવું વૈજ્ઞાનિક તારણ આવ્યું.

ઇકોસિસ્ટમનું બેલેન્સ

ફૂડ-પીરામીડમાં ખિસકોલીનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેઓ હિંસક થઇ ગઈ કારણ કે તે ક્લાઈમેટ ચેન્જ અને જંગલોની કમી અને માનવસર્જિત પ્રદુષણ જેવા પડકારોનો સામનો કરે છે. ખિસકોલી કેલિફોર્નિયાની ઇકોસિસ્ટમમાં શિકાર અને બીજ વિખેરીને જંગલો વધારનારો જીવ ગણાય. અનુકૂલન કરવાની તેમની ક્ષમતા અન્ય પ્રજાતિઓને ખીલવામાં પણ મદદ કરે એવી સક્ષમ છે પણ આ રીતે શિકાર કરવાથી બેલેન્સ બગડે એમ છે.

               સંશોધકોએ હજુ આગળ અભ્યાસ કરવાની યોજના બનાવી છે કે શું આ શિકારની વર્તણૂક કેલિફોર્નિયાની ખિસકોલીઓ માટે અનન્ય છે કે શું તે અન્ય ખિસકોલી પ્રજાતિઓમાં સામાન્ય છે. ખિસકોલીઓ તેમના માતા-પિતા પાસેથી શિકાર કરવાનું શીખે છે કે કેમ અને તે ઇકોસિસ્ટમના સંતુલનને કેવી રીતે અસર કરે છે તે અંગે પણ તેઓ ઉત્સુક છે.

               આ નવું સંશોધન આપણને સમજાવે છે કે વાતાવરણની જાળવણી કેટલી અગત્યની છે. માંસાહાર અને પ્રદુષણ આ દુનિયાને ખુબ નુકસાન કરે છે તે આપણને અનેક રસ્તેથી જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

દેશમાં મહિલા રોકાણકારોની કેટલી થઈ સંખ્યા ? વાંચો

Next

ભારે મથામણ બાદ અંતે શહેરના ૧૭ વોર્ડના પ્રમુખ જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
14 કલાક પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
14 કલાક પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
15 કલાક પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
15 કલાક પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

India Cricket Schedule : ટીમ ઈન્ડિયા જૂલાઈમાં 4 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વન-ડે રમશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સરકાર સંસદના બજેટ સત્રમાં કયો ખરડો લાવશે ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
વિકી કૌશલ અને કેટરિના કૈફના દીકરા વિહાનનું ફિલ્મ ‘ઉરી’ સાથે ખાસ કનેક્શન? ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધરની કમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું
Entertainment
9 મહિના પહેલા
જસદણ : 7 લાખનો દારૂ ભરેલ કન્ટેનર સાથે 3 શખ્સોની ધરપકડ, દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર બુટલેગરની શોધખોળ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર