૩ દિવસ પછી તાપમાનનો પારો ઊંચકાશે
રાજ્યના હવામાન ખાતાએ ગુજરાતના તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે. જો કે આગામી ૩ દિવસ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩ દિવસ બાદ તાપમાનમાં ૪ ડિગ્રીનો વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકશે. ૩ દિવસ બાદ ૩થી ૪ ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે, ગરમીની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે.