રાજકોટમા લાયસન્સના સ્થળની જગ્યાએ અન્યત્ર બેસતા સ્ટેમ્પ વેન્ડરો સામે તત્ર દ્વારા કાર્યવાહી
તાજેતરમા જ રાજકોટના અમુક સ્ટેમ્પ વેન્ડરો પોતાની રીતે મન પડે તે રીતે બેસી જતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. લાયસન્સમા જે અધિકૃત સરનામુ દર્શાવ્યુ હોવા છતા લાભ કે ઘરાકી વધુ થાય તેવી જગ્યાએ સ્ટેમ્પ વેન્ડર બેસી સોગદનામા સહિતની કામગીરી કરતા હોવાનો અહેવાલ “વોઇસ ઓફ ડે”મા તાજેતરમા પ્રસિદ્ધ કરવામા આવ્યો હતો જેના પગલે વહીવટી તત્ર દ્વારા આવા સ્ટેમ્પ વેન્ડરોના નામ સરનામની ખરાઈ કરી ક્રોસ ચેકિગ કરી સ્થળ તપાસ કરવામા આવી હતી. જેમા અમુક સ્ટેમ્પ વેન્ડરો મજૂર થયેલા લાયસન્સવાળી જગ્યાને બદલે અન્યત્ર બેઠા હોય પોલીસને સાથે રાખી ઉઠાડવામા આવ્યા હતા.
શહેરના બહુમાળી ભવનમા લાયસન્સ હોવા છતા એક સ્ટેમ્પ વેન્ડરને તત્ર દ્વારા પોલીસને સાથે રાખી હટાવતા લાયસન્સ બાબતે શાબ્દિક રકઝક થઈ હતી અને એક તબક્કે લાયસન્સ પણ બતાવ્યુ હોવા છતા તેમણે ઉઠાડવામા આવતા આખરે બહુમાળી ભવનના કમ્પાઉન્ડમા બેસી કામગીરી શરૂ કરી હતી. આવા સજોગોમા અન્ય એક સ્ટેમ્પ વેન્ડરને પણ હટાવવામા આવ્યા હતા. તેઓની પાસે લાયસન્સ ન હોવાનુ જાણવા મળ્યુ હતુ. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહુમાળી ભવનમાથી સ્ટેમ્પ વેન્ડરને ખસેડવાની જવાબદારી હોવા છતા ઇજનેર દ્વારા હાથ ઉંચા કરી લેવામા આવ્યા હતા. આખરે તત્ર દ્વારા બહુમાળી ભવનની જગ્યામા એસબીઆઇની સામે બેસ્ટ બને સ્ટેમ્પ વેન્ડરોને ઉઠાડી દેવામા આવ્યા હતા.