રાજકોટમાં 500 જેટલી આંગણવાડી મહિલા વર્કરોનો વિરોધ..જુઓ વીડિયો
રાજકોટમાં આંગણવાડી વર્કરો-આશા બહેનો શુક્રવારે જ્યુબિલી ગાર્ડનમાં મહા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ લઘુતમ વેતન, પ્રમોશનના પ્રશ્નો સહિતની પોતાની વિવિધ માંગણીઓને બે દિવસની હળતાલ પર ઉતરી ગયા છે. જ્યારે બજેટમાં માંગણીઓનો સમાવેશ ન કરાયો હોય તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોની ઓફિસે આગામી તા.19 થી 23 દરમિયાન જવાબ માંગવા જશે.
રાજ્ય સહિત રાજકોટમાં વધુ એકવાર આંગણવાડી વર્કર-આશા બહેનોએ મોરચો માંડ્યો છે અને બે દિવસ તા.16 અને 17 દરમિયાન કામથી અળગા રહીને પોતાની વિવિધ માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. શુક્રવારે રાજકોટમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના જસદણ, ગોંડલ, પડધરી, જેતપુર, જ્યાં કંડોરણા સહિતના તાલુકાઓમાંથી અંદાજે 500 જેટલા આંગણવાડી અને આશા બહેનો એકત્ર થયા હતા.
રાજ્યભરમાં સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો ઇન્ટૂક, આઇટુક, સહિતના રાષ્ટ્રીય યુનિયનો સાથે સંકલિત આંગણવાડી-આશા-ફેસિલીએટર અને મધ્યાહન ભોજ કર્મીઓના બનેલા રાષ્ટ્રીય મંચ દ્વારા રાષ્ટ્ર વ્યાપી કામબંધમાં રાજકોટ જિલ્લાની આંગણવાડી વર્કરો અને આશા બહેનો જોડાયા હતા. આંગણવાડી-આશા-ફેસિલીએટર બહેનોનું કહેવું છે કે, પાયાની સેવા બજાવતા હોવા છતાં વર્તમાન મોંઘવારીને અનુલક્ષીને કેન્દ્ર સરકાર દ્વારા 2018થી વેતનમાં વધારો કરાયો નથી અને રાજ્ય સરકાર લઘુતમ વેતન ચૂકવતી નથી. ઉપરાંત નિવૃતિ વય મર્યાદા, પ્રમોશનના પ્રશ્નો, પેન્શન, ગ્રેચ્યુટી, નવા મોબાઈલ આપવા સહિત વર્ષ 2022માં થયેલા સમાધાનનો અમલ કરવા બાબતે બહેનો લાંબા સમયથી લડત ચલાવી રહી છે. છતાં સરકાર દ્વારા કોઈ જ બેઠક ન યોજાતા આંદોલનની સ્થિતિ ઉભી થઈ છે. આગામી તા.19 થી 23 દરમિયાન તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોને અગાઉ આવેદન પરતો આપ્યા છતાં બજેટમાં માંગણીઓનો સમાવેશ ન થતાં ઓફિસે જવાબ માંગવા જશે.