હોસ્પીટલે પત્ની અને પુત્રએ તેડવા ગયેલ યુવાનનું અકસ્માતમાં મોત
જેતપુરના અમરનગર પાસે બનેલા અક્સમાતના બનાવમાં ખીરસરા રહેતો માંગીલાલ રેલસિંગ ભાદેલને ત્યાં ૧૫ દિવસ પહેલા પુત્રનો જન્મ થયો હોય પોતના પુત્ર અને પત્નીને હોસ્પિટલ લેવા જતા શ્રમિકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં તેનું મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. મૃતક માંગીલાલ રેલસિંગ ભાદેલની પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને બન્ને હોસ્પિટલમાં હતા. ચાર દિવસ પૂર્વે માંગીલાલ બાઈક લઈ અમરનગર ગયો હતો અને પત્ની અને પુત્રને રિક્ષામાં બેસાડી પોતે બાઈક પર ઘરે જતો હતો ત્યારે રસ્તામાં કોઈ કાર ચાલકે હડફેટે લેતા અક્સમાત સર્જાયો હતો.