જેતપુર નજીક બાઇક સ્લીપ થતાં યુવક કાળનો કોળિયો બન્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
જેતપુર-ધોરાજી રોડ પર બાઈક સ્લીપ થતા યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અને અહી તેને સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.માહિતી મુજબ જેતપુરના પેઢલા ગામે રહેતા દિનેશભાઇ કેશવભાઈ મકવાણા (ઉ.વ.40) નામનો યુવક બપોરે પોતાનું મોટરસાઇકલ લઈ જઈ રહ્યા હતા.
ત્યારે ધોરાજી રોડ પર અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવક બાઈક સાથે રોડ પર પટકાયો હતો. અને તેને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ ભાઇમાં નાના અને અપરણિત હતા.બનાવથી પરિવાર શોકમાં ગરક થયો છે.